Get The App

સેલ્યુલોઈડ પ્લાસ્ટિકનો શોધક : જોન વેઝલી હયાટ્

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
સેલ્યુલોઈડ પ્લાસ્ટિકનો શોધક : જોન વેઝલી હયાટ્ 1 - image


- વિશ્વના વિજ્ઞાનીઓ

વિ શ્વમાં ઉદ્યોગક્ષેત્રમાં પ્લાસ્ટિકનો ફાળો મહત્વનો છે. રોજિંદા વપરાશની સાથે ઉપરાંત ઉદ્યોગોમાં વપરાતી સાધનસામગ્રી બનાવવામાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થાય છે. પ્લાસ્ટિકે લાકડા અને ધાતુનું સ્થાન લઈ લીધું છે. ફર્નિચરથી માંડીને રમકડા સુધીની વસ્તુઓ વિવિધ પ્રકારના પ્લાસ્ટિકમાંથી બને છે. સેલ્યુલોઈડ પ્લાસ્ટિક સખત અને ટકાઉ હોય છે. તેમાંથી ફર્નિચર, રમતગમતના સાધનો ઉપરાંત અનેક ગૃહઉપયોગી ચીજો બને છે તેની શોધ જોહન વેઝલી હયાટે કરી હતી. હયાટે બોલબેરિંગ, પાણી ગાળવાનું સાધન હયટ ફિલ્ટર વગેરે ૨૦૦ જેટલી શોધો કરી હતી.

જોદ્રન વેઝલીનો જન્મ ન્યૂર્યોકના સ્ટારકી ખાતે ઇ.સ.૧૮૩૭ના નવેમ્બરની ૨૮ તારીખે થયો હતો. તે ઝાઝું ભણ્યો નહોતો. ૧૫ વર્ષની ઉંમરે તેણે ઇલિનોયના રમકડા બનાવતી કંપનીમાં કામે લાગ્યો. આ કંપનીમાં શતરંજના બોર્ડ અને પ્યાદાં બનાવવાનું મુખ્ય કામ હતું. આ ચીજો હાથીદાંતથી બનતી. હયાટે હાથીદાંતના બદલે સસ્તો અને સખત પદાર્થ બનાવવાનો વિચાર કરી સેલ્યુલોઝની શોધ કરી.

ઇંગ્લેન્ડના એલેકઝાન્ડર પર્કીન્સે શોધેલા નરમ પ્લાસ્ટિક ઉપર સંશોધનો કરીને તેણે સખત સેલ્યુલોઇડ શોધી કાઢયું જે ગરમી મળતાં પીગળે અને યોગ્ય ઘાટ આપ્યા પછી ઠરીને સખત થઈ જાય. સેલ્યુલોઈડ પ્લાસ્ટિકમાંથી રમતગમત માટે દડા તેમજ શતરંજના મહોરાં બનાવવાનું સરળ બન્યું.

ઇ.સ.૧૮૬૯માં તેણે પોતે કરેલા પદાર્થને સેલ્યુલોઈડ નામ આપ્યું જે આજે પણ પ્રચલિત છે.

સેલ્યુલોઈડની શોધ પછી તેણે તેના ઉત્પાદન માટે કંપની સ્થાપી. સેલ્યુલોઈડમાંથી કાંસકા, સંગીત અને રમતગમતનાં સાધનો, અને હાથીદાંતમાંથી બનતી તમામ ચીજો બનવા લાગી.

હયાટ્ને તેની આ શોધ બદલ ઇ.સ.૧૯૧૪માં પર્કિન મેડલ એનાયત થયો હતો. ઇ.સ.૧૯૨૦ના મે માસની ૧૦ તારીખે તેનું અવસાન થયું હતું.


Google NewsGoogle News