Get The App

પ્રિન્ટિંગ પ્રેસનો શોધક જોહાનીસ ગુટેનબર્ગ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
પ્રિન્ટિંગ પ્રેસનો શોધક જોહાનીસ ગુટેનબર્ગ 1 - image


- વિશ્વના વિજ્ઞાનીઓ

આજે કાગળ ઉપરાંત કાપડ, પ્લાસ્ટિક વગેરે સપાટી પર રંગબેરંગી પ્રિન્ટિંગ માટે આધુનિક મશીનો છે. પરંતુ ૧૨મી સદીમાં આવું કંઈ જ નહોતું ત્યારે માત્ર હસ્તલિખિત પત્રો અને પુસ્તકો જ હતા. ઇ.સ.૧૩૯૮માં ગુટેનબર્ગ નામના કારીગરે દરેક અક્ષરના સીસાના બીબાં બનાવ્યા તેને ક્રમસર ગોઠવી તેની ઉપર શાહી લગાડી કાગળ ઉપર છાપ પાડવાની પધ્ધતિ શોધી. આમ છાપકામની શરૂઆત થઈ. ગુટેનબર્ગે આ માટે એક મશીન પણ બનાવ્યું કે જે અનેક વખત છાપ પાડી શકે. ગુટેનબર્ગની આ શોધથી પુસ્તકોનું પ્રિન્ટિંગ શકય બન્યુ અને વિજ્ઞાન, કળા અને સાહિત્યના પ્રસારને વેગ મળ્યો.

જોહાનીસ ગુટેનબર્ગનો જન્મ જર્મનીનાં મેઇન્ઝ શહેરમાં ઇ.સ.૧૩૯૮માં થયો હતો. તેના પિતા, લુહાર અને સોનીનું કામ કરતાં. તે જાત જાતના ઓજારો બનાવતા તે ગુટેનબર્ગે જોયું. ગુટેનબર્ગના જીવન અંગે ઇતિહાસમાં બહુ માહિતી મળતી નથી પરંતુ યુવાનીમાં તેણે રાજ્યના સિક્કા બનાવતી ટંકશાળમાં કામ કરેલું. ઇ.સ. ૧૪૩૪માં તે મોસાળમાં રહ્યો અને સોના તેમજ હીરા ઝવેરાતનું ઘડતર કામ કરતો. તેણે સીસામાંથી અક્ષરોના બીબાં ઘડયા પણ ગુપ્ત રાખેલા. ઇ.સ.૧૪૪૪માં તેણે બીબાં વડે પ્રિન્ટિંગ કરવાની શોધ જાહેર કરી. ૧૪૪૮માં તે પ્રિન્ટિંગ પ્રેસના સ્થાપક તરીકે વિશ્વપ્રસિધ્ધ થઈ ગયો. તેને રાજવી તરફથી અનેક સન્માનો, ઇનામો અને ખિતાબ મળેલા. ગુટેનબર્ગે ૪૨ લીટીનું બાઈબલ છાપેલું તે વિશ્વભરમાં પ્રસિધ્ધ થયું. ઇ.સ. ૧૪૬૮માં તેનું અવસાન થયુ હતું. 


Google NewsGoogle News