Get The App

વિશ્વનો સૌથી ઊંચો ફુવારો : જેદાહ ફાઉન્ટેન

Updated: Apr 8th, 2022


Google NewsGoogle News
વિશ્વનો સૌથી ઊંચો ફુવારો : જેદાહ ફાઉન્ટેન 1 - image


* સાઉદી અરેબિયાના જેદાહમાં આવેલો વિશ્વ પ્રસિદ્ધ ફુવારો ૩૧૨ મીટર ઊંચાઈ સુધી પાણીની છોળ ઉડાડે છે. એફિલ ટાવર કરતાંય ઉંચે સુધી ઉડતા ફુવારાના પાણી આખા જેદાહ શહેરમાંથી દેખાય છે.

* આ ફૂવારો ૧૯૮૦માં બંધાયેલો. જિનિવાના વિખ્યાત જેટ ડિ ઈયુ ફુવારાના બાંધકામ જેવી જ ડિઝાઈનનો બન્યો છે.

* ફુવારાનું પાણી કલાકના ૩૭૫ કિલોમીટર ઝડપે ઊંચે જાય છે અને દર કલાકે ૧૮ ટન પાણી વછૂટે છે.

* ફુવારા માટે ખાસ જાળી મૂકેલા પંપ દ્વારા સમુદ્રનું પાણી ખેંચવામાં આવે છે.

* રાત્રે ફુવારાની ફરતે ૫૦૦  જેટલી  ઝળહળતી લાઈટ ચાલુ કરાય ત્યારે આ ફૂવારો મનોરમ્ય લાગે છે.

* ફૂવારાનું પાણી ભારે દબાણ સાથે ઊંચે જાય છે. તેની સાથે સાથે ઊંચે ગયેલું ટનબંધ પાણી પાછું જમીન પર ફેંકાય છે તેને ઝિલવા ખાસ પ્રકારના મજબૂત પ્લેટફોર્મ બનાવાયા છે. આ ફુવારો છેલ્લા ૩૦ વર્ષથી સતત ચાલુ જ છે.

Zagmag

Google NewsGoogle News