Get The App

સુક્ષ્મ જીવજગત બેકટેરિયાનો શોધક : રોબર્ટ કોચ

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
સુક્ષ્મ જીવજગત બેકટેરિયાનો શોધક : રોબર્ટ કોચ 1 - image


- વિશ્વના વિજ્ઞાનીઓ

પૃ થ્વી પરની સજીવ સૃષ્ટિમાં સુક્ષ્મ જીવજગત બેકટેરિયા અનોખું છે. એક કોષના બનેલા બેકટેરિયા પૃથ્વી પર તમામ સ્થળે રહે છે. ઊંડા સમુદ્રથી માંડીને જમીન પર અને અન્ય સજીવોના શરીરમાં પણ રહે છે. બેકટેરિયા રોગ ફેલાવે છે અને કેટલાક લાભદાયક પણ છે. ટી.બી, ટાઈફોઈડ, કોલેરા આંતરડામાં રહેલા કેટલાક બેકટેરિયા ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. જર્મનીમાં થઈ ગયેલાં રોબર્ટ કોચ નામના વિજ્ઞાનીએ માણસને કેટલાક રોગ થાય ત્યારે તેના શરીરમાં ખાસ પ્રકારના બેકટેરિયા હોવાની શોધ કરી. તેણે ટીબી અને કોલેરા કરતાં બેકટેરિયા ઓળખી બતાવ્યા. આજે બેકટેરિયોલોજી વિજ્ઞાનની અલગ શાખા બની ગઈ છે. આ શોધ બદલ રોબર્ટ કોચને ૧૯૦૫માં નોબેલ પ્રાઈઝ એનાયત થયેલું.

રોબર્ટ કોચનો જન્મ ઇ.સ.૧૮૪૩ના ડિસેમ્બરની ૧૧ તારીખે જર્મનીના એક શહેરમાં થયો હતો. તેણે ઉચ્ચ અભ્યાસ ગોટિન્જન યુનિવર્સીટીમાં કર્યો હતો. તેણે વિવિધ રોગોના અભ્યાસ માટે ઇ.સ.૧૮૭૯માં માઈક્રોસ્કોપ વસાવ્યું. અને હેકબર્ગની હોસ્પિટલમાં સંશોધનો કરવા જોડાયા. કોચે ઇજિપ્ત અને ભારતમાં કોલેરા વિશે ઊંડા સંશોધનો કર્યા. તે આ રોગ વિશેના સંશોધન પંચનો વડો હતો. તેણે બર્નમાં મુખ્ય આરોગ્ય અધિકારી સંશોધન કરવા પણ આવેલો. તેણે લેબોરેટરીમાં બેકટેરિયા પેદા કરવાની રીત પણ શોધેલી. ટીબી અંગેના તેના સંશોધનો મહત્ત્વના ગણાય છે. કોચના યોગદાનથી મહારોગ ટીબીની સારવાર શક્ય બની હતી. ઇ.સ.૧૯૧૦ના મે માસની ૨૮ તારીખે તેનું અવસાન થયું હતું.


Google NewsGoogle News