Get The App

ભારતનો સૌથી ઊંચો નોહકાલીકાય ધોધ .

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
ભારતનો સૌથી ઊંચો નોહકાલીકાય ધોધ                            . 1 - image


મે ઘાલયના ચેરાપૂંજી નજીક આવેલો ધોધ નોહાકાલીકાય ૩૪૦ મીટરની ઊંચાઈથી ઔપડે છે. દેશનો આ સૌથી ઊંચો ધોધ ૨૩ મીટર પહોળો છે. આ ધોધ દરિયાની સપાટીથી ૧૨૩૯ મીટરની ઊંચાઈએ આવેલો છે. ઔચેરાપૂંજી સૌથી વધુ વરસાદ માટે પણ જાણીતું છે.

નોહકાલીકાય ધોધ સાથે કા લિકાઈ નામની મહિલાની દંતકથા વણાયેલી છે. તેના નામ પરથી આ ધોધનું નામ નોહકાલીકાય પડેલું.

આ ધોધ જ્યાં પડે છે તે સ્થળે એકઠું થયેલું પાણી લીલા રંગનું હોય છે. ઊંચા ખડકો અને ગાઢ જંગલો વચ્ચે આવેલો આ ધોધ દુર્ગમ છે. આ ધોધ શિલોંગથી ૫૩ કિલોમીટરના અંતરે છે. ઔચેરાપૂંજીના જંગલો ભારે વરસાદને કારણે સમૃધ્ધ છે. ચેરાપૂંજી આસપાસ અનેક ધોધ છે. ખસી હિલ્સ ઉપર આવેલી ઈકો પાર્ક, દાઈનથેલેન ધોધ, ક્રેમની ગુફાઓ વગેરે જોવા લાયક સ્થળો છે. રામકૃષ્ણ મિશન પણ આ સ્થળે આવેલું છે. વૃક્ષોના જીવંત મૂળિયાના બનેલા પૂલો અહીં જોવા મળે છે.


Google NewsGoogle News