Get The App

શક્તિ વધારવાનું મિકેનિઝમ દાંતાવાળા ચક્રો

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
શક્તિ વધારવાનું મિકેનિઝમ દાંતાવાળા ચક્રો 1 - image


વાહન પહેલા કે બીજા ગિયરમાં ચાલે છે. તેવી વાત તમે સાંભળી હશે. આ ગિયર એટલે શું તે ખબર છે ? ગિયર એટલે દાંતાવાળુ ચક્ર. દાંતાવાળા બે ચક્ર નજીક નજીક તેના દાંતા એકબીજામાં ફીટ થાય તેમ ગોઠવીને એક ચક્ર ફરે તો તેના ધકકાથી બીજું ચક્ર પણ ફરે. આ સામાન્ય વાત છે પણ તેનો ફાયદો બહુ મોટો છે.  મજાની વાત એ છે કે મોટા અને વધુ દાંતાવાળા ચક્ર પાસે નાનું અને ઓછા દાંતાવાળુ ચક્ર ગોઠવાય ત્યારે મોટુ ચક્ર એક આંટી ફરે ત્યારે નાનું બે થી ત્રણ આંટા ફરી જાય. દાંતાની સંખ્યાની ગણતરી કરીને વિવિધ પરિણામો મેળવી શકાય. ઘડિયાળના ત્રણે કાંટા દાંતાવાળા ચક્રોથી જ વિવિધ ગતિથી ચાલે છે. વાહનોમાં શક્તિ વધારવા દાંતાવાળા ચક્ર વપરાય છે. 

સાયકલમાં પેડલનું મોટું વ્હિલ પગની શક્તિથી ફરે તેની સાથે ચેન વડે જોડાયેલું પાછલા વ્હિલનું નાનું ચક્ર વધુ શક્તિ અને ગતિથી ફરે. પેડલ એક આંટો ફરે ત્યારે નાનું વ્હિલ બેથી ત્રણ આંટા ફરે એટલે સાયકલ ઝડપથી ચાલે. વધુ વજન ઊંચકતી કેનમાં દાંતાવાળા ચક્રોની ગોઠવણીથી એક જ વ્યકિત સાંકળ ખેંચીને હજારો કિલો વજન ઊંચકી શકે. ગિયર ગતિની દિશા બદલવામાં પણ કામ કરે છે. સીડી પ્લેયરમાં ચક્રાકાર ફરવા ઉપરાંત તે સીડીને અંદર કે બહાર ધકેલી શકે છે.


Google NewsGoogle News