Get The App

પરીઓના દેશમાં .

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
પરીઓના દેશમાં                                     . 1 - image


- પાંચ દિવસ પછી અસ્મિતા પોતાના ઘરે પાછી ફરી. એણે મમ્મીને પૂછ્યું, 'મમ્મી, દાદી ક્યાં ગયાં? દાદુ કહેતા હતા તે હવે પરીઓના દેશમાં ચાલ્યાં ગયાં છે...'

- ફાલ્ગુની બદિયાણી 

નાનકડી અસ્મિતા તેની બાજુમાં રહેતાં અંજુદાદીનાં ઘરે રમતી હતી. અંજુમાસી બધાને બહુ પ્રેમથી રાખે. તેમનાં પોતાનાં બાળકો નહોતાં, એટલે એમને બાળકો પ્રત્યે બહુ પ્રેમ. આખી શેરીનાં દાદી હતાં એ. તેઓ તેમાનાં પતિ સાથે નિવૃત્ત જીવન જીવતાં હતાં.

અસ્મિતાનાં માતા-પિતા છએક વર્ષ પહેલાં આ સોસાયટીમાં રહેવા આવ્યાં હતાં. એના થોડા સમય પછી અસ્મિતાનો જન્મ થયો હતો. અંજુમાસીને તો નાની ઢીંગલી મળી રમાડવા માટે. તેઓ પહેલેથી અસ્મિતાનું ખૂબ ધ્યાન રાખતાં. અસ્મિતા રોજ સ્કૂલેથી આવીને તેમની પાસે જાય અને તેમની સાથે વાતો કરે.

'ના મમ્મી, મારે અહીંયા જ રહેવું છે, અને દાદી પાસેથી પરીઓની વાતો સાંભળવી છે.' 

'અરે બેટા, જો દાદી પણ થાકી ગયાં હશે, આખું વેકેશન પડયું છે. કાલે વાતો કરજે હો...' 

અંજુમાસીએ કહ્યું, 'અરે વાંધો નહીં બેટા, અસ્મી ભલે અહીં રહી. અમને પણ મજા આવે અમારી ઢીંગલી સાથે...'

સાંજે જ્યારે અસ્મિતાના પપ્પા આવ્યા ત્યારે...

'અસ્મી ક્યાં ગઇ છે?' 

'અંજુમાસીનાં ઘરે... તે આજે ત્યાં જ રોકશે...' 

'એ પણ થાકી ગયા હશે...' 

'મેં પણ એમ જ કહ્યું હતું, પણ અંજુમાસીનો જ આગ્રહ હતો...' 

'એ પણ ખરાં છે... આપણે સાચે નસીબદાર છીએ કે આવા પાડોશી મળ્યા...'

'તમારી વાત સાચી છે. અંજુમાસી ખરેખર એન્જલ છે...' 

બીજા દિવસ અસ્મિતાના મામા આવ્યા... અને અસ્મિતા તેમની સાથે તેમાનાં ઘરે રોકાવા ગઈ.

પાંચ દિવસ પછી અસ્મિતા પોતાના ઘરે પાછી ફરી. એણે મમ્મીને પૂછ્યું, 'મમ્મી, દાદી ક્યાં ગયાં? દાદુ કહેતા હતા તે હવે પરીઓના દેશમાં ચાલ્યાં ગયાં છે...'

'હા બેટા, એ એક એન્જલ હતાં એટલે પોતાનાં દેશમાં ચાલ્યાં ગયાં..' 

'તો હું એમને ક્યારેય નહીં મળી શકું? મમ્મી, મારે પણ એન્જલ થઈ જવું, મારે દાદીને મળવું છે...'

'એવું ના બોલાય બેટા, તે એક તારો બની ગયાં છે... તો આપણે રાતે એમને આકાશમાં જોઈશું, ઓકે?' 

અંજુમાસીને છેલ્લા એક વર્ષથી કેન્સર હતું, પણ ક્યારેય એમણે દેખાવા ના દીધું... અને એક દિવસ બધાને છોડી ફરી પોતાના લોકમાં ચાલ્યાં ગયાં....


Google NewsGoogle News