શ્રવણ બેલગોલાની વિરાટ મૂર્તિ : ગોમતેશ્વર
ભા રતના કર્ણાટકમાં બેંગાલુરૂ નજીક આવેલું શ્રવણ બેલગોલા ભગવાન ગોમતેશ્વરની વિરાટ મૂર્તિથી વિશ્વપ્રસિધ્ધ છે. તે જૈનોનું યાત્રાધામ છે. ગોમતેશ્વરને બાહુબલીના નામે પણ ઓળખાય છે.
ઇ.સ.૯૮૧માં ૫૭ ફૂટ ઊંચી આ મૂર્તિ એક જ ખડક કોતરીને બનેલી છે. કોઈ પણ આધાર વિના સ્વતંત્ર પણે ઊભેલી વિશ્વની વિરાટ પ્રતિમાઓમાં તેજ સ્થાન છે. શ્રવણવેલગોલામાં આવેલી આ મૂર્તિ સિવાય ૨૦ ફૂટથી ઊંચી એવી અન્ય ચાર પ્રતિમા પણ જાણીતી છે. કરકલા (ઉડ્ડપી)ની ઇ.સ. ૧૪૩૦માં બનેલી ૪૨ ફૂટ ઊંચી મૂર્તિ, બીજી ૩૯ ફૂટ ઊંચી તેમજ મૈસુરમાં આવેલી ૨૦ ફૂટ ઊંચી બાહુબલીની પ્રતિમા પણ ૧૨મી સદીમાં સ્થપાયેલી. શ્રવણબેલ ગોલાની બાહુબલીની પ્રતિમા ૩૦ કિલોમીટર દૂરથી પણ નજરે પડે છે તેટલી ઊંચી છે અને અદ્ભૂત શિલ્પકળાનો નમૂનો છે.