Get The App

આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે?

Updated: Feb 16th, 2024

GS TEAM


Google News
Google News
આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે? 1 - image


આ પણી આસપાસ ઘણી જાતના અવાજો થતાં જ રહે છે. પૃથ્વીનું વાતાવરણ જાતજાતના અવાજોથી ભરાયેલું છે. આપણે ન જોવું હોય ત્યારે આંખો બંધ કરી શકીએ પણ કાન આ અવાજ કેવી રીતે સાંભળે છે તે જાણો છો ? અવાજ તરંગો દ્વારા વાતાવરણમાં ફેલાય છે. આપણા કાનની બાહ્ય રચના અવાજને કેન્દ્રિત કરીને ગ્રહણ કરે છે. અવાજના મોજાં કાનમાં પ્રવેશીને મધ્યકર્ણમાં જાય છે. મધ્યકર્ણ એટલે કાનનો વચ્ચેનો ભાગ કે જે ગળાની ઉપરના ભાગે ખોપરી નીચે હોય છે. મધ્યકર્ણના છેડે પાતળી ચામડી જેવો પડદો હોય છે. આ પડદો અનાજના તરંગોથી ધ્રૂજે છે. એટલે અવાજ ધ્રુજારીના તરંગો થઈ આગળ વધે છે. અવાજના આ તરંગો અંતઃકર્ણમાં પહોંચે છે. અંતઃકર્ણમાં ખૂબ જ નાજુક અને નાનકડા ત્રણ હાડકાં હોય છે. એરણ, હથોડી અને પેગડા આકારના આ હાડકાં અવાજના તરંગોથી ધ્રૂજે છે. અને તેની સાથે જોડાયેલા જ્ઞાાનતંતુઓ અવાજને ઓળખીને મગજમાં મોકલે છે.

આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે? 2 - image

શનિ ગ્રહને સુંદર બનાવતા વલય

ગેસના બનેલા વિરાટ ગ્રહોની આસપાસ વલયો હોય છે. વલય એટલે ગ્રહની ફરતે રચાયેલી રિંગ જેવી રચના જેમાં રજકણો અને વાયુઓ હોય. બધા જ ગ્રહોમાં શનિના વલયો અનોખા છે. તે સ્પષ્ટ, ચમકદાર અને નયનરમ્ય છે. આ વલયો શનિનાં આભૂષણ કહેવાય છે. ઇ.સ. ૧૬૧૦માં ગેલીલીયોએ દૂરબીનમાં શનિના વલયો જોયા હતાં. ઇ.સ.૧૬૫૫માં ક્રિશ્ચિયન હયુજીને વધુ શક્તિશાળી દૂરબીનથી શનિના વલયો જોયા અને તેને રકાબી સાથે સરખાવ્યા. ઇ.સ.૧૬૭૫માં જીવોવાની કેસીની નામના વિજ્ઞાાનીએ શનિના વલયો અનેક છે અને વચ્ચે જગ્યા હોવાની શોધ કરી.

શનિના વલયો તેનો કોઈ ચંદ્ર તૂટીને બનેલા હોવાનું કહેવાય છે. બીજી વાત મુજબ શનિના જન્મ વખતે જ રહ્યો સહ્યો કચરો તેની આસપાસ વલાયાકારે ફરવા લાગ્યો તેમ મનાય છે. આ વલયો પાણી અને બરફના કણોના બનેલા છે. શનિના મુખ્ય વલયોમાં ૧૪ જેટલી ખાલી જગ્યા છે. તેને સબડિવિઝન કહે છે. આ જગ્યામાં કેટલાક નાના વલય છે તેને રિંગલેટ કહે છે.

શનિના કેટલાક વલયો ખાડા ટેકરા સ્વરૂપે છે. એક વલયમાં તો બે મોટા ચંદ્ર પણ પ્રદક્ષિણા કરે છે. શનિનો સૌથી મોટો ચંદ્ર એન્સલેડસ છે તેના જવાળામુખીને કારણે એક વલય બન્યું છે. શનિના વલયો રંગબેરંગી છે.

આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે? 3 - image

લોકપ્રિય સ્વાદ વેનિલા શેમાંથી બને છે ?

આઈસ્ક્રીમ અને અન્ય ઠંડા પીણા કે ચોકલેટમાં વેનિલા ફલેવરનોે વધુ ઉપયોગ થાય છે. વેનિલા એ કેસર પછીનું સૌથી મોંધુ વનસ્પતિ જ દ્રવ્ય છે. વેનિલાનું વૃક્ષ મેકિસકોમાં થાય છે. તેના ફળના બીજમાંથી વેનિલા મેળવાય છે.

વેનિલાના વૃક્ષો ૩૦ ફૂટ ઊંચા થાય છે. તેના વિશે અન્ય વિગતો પણ જાણવા જેવી છે.

વેનિલાના વૃક્ષોની લગભગ ૧૫૦ જાત છે.

વેનિલાના ફૂલ ઉપર માત્ર મેલિયોના તાપથી મધમાખી જ બેસે છે. આ માખી પણ અમેરિકામાં જ જોવા મળે.

મેલિયોના નામની મધમાખી ન હોય તેવા દેશોમાં વેનિલાના ફૂલને ખેડૂતો સોય દ્વારા પરાગરજની અદલાબદલી કરી વિકસાવે છે.

અમેરિકા અને યુરોપમાં વેનિલા ફલેવર સૌથી વધુ લોકપ્રિય છે.

વેનિલાના વૃક્ષો ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે.

બજારમાં કૃત્રિમ વેનિલા પણ ઉત્પાદન થાય છે. તે વેનિલીન નામના પદાર્થમાંથી બને છે. તેને 'ઇમિટેશન વેનિલા' કહે છે. 

આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે? 4 - image

ડામર શું છે?

રો ડ બનાવવામાં ડામરનો ઉપયોગ થાય છે. ડામર એ કાળા રંગનો ચીકણો પદાર્થ છે. ગરમીથી પીગળે છે અને પછી ઠરે ત્યારે જામીને સખત બની જાય છે. રોડની મજબૂતી ડામરને આધારિત છે. ડામર જમીનમાંથી નીકળતું ઓર્ગેનિક પ્રવાહી છે. પ્રાચીન કાળમાં ગ્રીસ, ઈજિપ્ત અને બેબીલોનમાં મકાનોની દીવાલોને વરસાદથી રક્ષણ આપવા ડામરનું પડ ચડાવવામાં આવતું.

કુદરતી ડામર દરિયાના તળિયે પેટાળમાં મૃત્યુ પામેલાં દરિયાઈ જીવોના અવશેષોમાંથી બને છે. પૃથ્વીના 

પેટાળમાં પ્રચંડ દબાણ અને ગરમીમાં હજારો વર્ષની પ્રક્રિયાથી કુદરતી તેલ, કોલસા વગેરે બને છે. તે જ રીતે ડામર બને છે. પૃથ્વીની પ્લેટોના હલન ચલન અને ભૂકંપથી તે જમીનની સપાટી પર આવે છે. કેનેડામાં ડામરના મોટા ભંડાર છે. ક્રૂડમાંથી પણ ડામર મેળવવામાં આવે છે. ડામર સલ્ફરવાળો ગંધ મારતો પદાર્થ છે. રોડ બનાવવા ઉપરાંત જહાજ અને વહાણોના લાકડાના પડખાને વોટરપ્રૂફ બનાવવા માટે ડામરનો ઉપયોગ થાય છે.

આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે? 5 - image

વિજ્ઞાાન આપણી આસપાસ ઃ ગતિના નિયમ

જ ગત આખુ ગતિમય છે. પરંતુ દરેક ગતિ કેટલાક નિયમોને આધિન છે. આજથી ચારસો વર્ષ પહેલા વિખ્યાત વિજ્ઞાાની આઈઝેક ન્યુટને આ નિયમો શોધી કાઢયા હતા. ઈ.સ. ૧૬૮૬માં ન્યુટને રજુ કરેલા આ ત્રણ નિયમો આજે વિમાન ઉડાવવામાં પણ મદદરૂપ થયા છે.

નિયમ પહેલો ઃ કોઈપણ વસ્તુને કોઈ બળ કે અવરોધ લાગે નહીં ત્યાં સુધી તે સ્થિર હોય તો સ્થિર અને ગતિમાન હોય તો હંમેશા ગતિમાં રહે છે. આપણે પથ્થરને ઊંચકીએ નહીં ત્યાં સુધી તે જમીન પર સ્થિર રહે છે અને ફેંકેલા પથ્થરને પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ખેંચે છે. એટલે તેની ગતિ અટકીને તે જમીન પર પડે છે.

નિયમ બીજો ઃ કોઈપણ ગતિમાન પદાર્થની ગતિનું પ્રમાણ અને દિશા તેને લાગેલા બળના પ્રમાણમાં જ હોય છે. આપણે કોઈ વસ્તુને ધકેલીએ ત્યારે તે આપણે ધક્કો માર્યો હોય તે જ દિશામાં ખસે છે. અને ખસવાની ગતિ તેને લાગેલા બળ જેટલી જ હોય છે.

નિયમ ત્રીજો ઃ કોઈ ગતિમાન પદાર્થ તેની ગતિની વિરુદ્ધ દિશામાં તેટલું જ બળ પેદા કરે છે. બંદૂકની ગોળી બંદુકમાંથી છુટે ત્યારે તે વિરુદ્ધ દિશામાં ધક્કો મારે છે. જેટ વિમાન આ નિયમને આધારે જ ગતિમાં રહે છે.

આપણા કાન અવાજ કેવી રીતે સાંભળે છે? 6 - image

પર્યાવરણમાં શું શું હોય છે?

બ્ર હ્માંડમાં માત્ર પૃથ્વી પર જ માણસો, પશુ-પક્ષીઓ અને વનસ્પતિ છે. પૃથ્વી પર હવા અને જમીન હોવાથી સજીવ સૃષ્ટિ વિકાસ પામી છે. 

પૃથ્વીના ત્રણ આવરણો છે. જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. આ ત્રણેય આવરણો એટલે પર્યાવરણ. જલાવરણ એટલે સાગર, હિમ શિખરો, નદીઓ અને વરસાદ. પૃથ્વી પરનું જળચક્ર સજીવ સૃષ્ટિને જીવંત રાખે છે. વાતાવરણ એટલે હવા. તેમાંય ઓક્સિજનથી જ સૃષ્ટિને ચેતન મળે, પશુ-પક્ષીઓ જીવે. પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું આવરણ એટલે મૃદાવરણ. ૩૩ કિલોમીટરની ઊંડાઈ સુધીનો આ પોપડો નરમ છે. તેમાં નાના મોટા જીવડા, અળશિયા વગેરે જીવે છે. બીમાંથી અંકુર ફૂટીને વૃક્ષો થાય છે અને ખેતી પણ થાય છે. પૃથ્વીનું ચોથું આવરણ એટલે પૃથ્વી પર વસતાં જીવો પણ એક આવરણ છે. જેને જીવાવરણ કહે છે. આ ચારેય આવરણ એટલે પર્યાવરણ. ચારે આવરણોની પૃથ્વી પર અસર પડે. સજીવસૃષ્ટિને લાભ કે નુકસાન પણ થાય. પર્યાવરણને શક્તિ પૂરી પાડનાર મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. પૃથ્વી પર માણસ અને પશુઓ મૃદાવરણ પર વસવાટ કરે છે. પક્ષીઓ હવામાં અને જળચરો જલાવરણમાં વસવાટ કરે છે. પર્યાવરણ શુદ્ધ હોય તો જ આ બધા સારી રીતે વિકાસ કરી શકે અને જીવી શકે.


Tags :