હેવી વોટર કેવું હોય ? .

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
હેવી વોટર કેવું હોય ?                                    . 1 - image


પા ણી પૃથ્વી પરનું અદ્ભૂત રસાયણ છે. પ્રવાહી તરીકે તે આપણા માટે જીવનદાતા છે. તેનું ઘન સ્વરૂપ બરફ અને વાયુ સ્વરૂપ વરાળ પણ આપણને અનેક રીતે ઉપયોગી છે. પાણીનું એક બીજુ રૂપ 'હેવી વોટર' પણ છે. અણુ રીએક્ટર અને ઊંચા સંશોધનોમાં હેવી વોટર વપરાય છે. તે સામાન્ય પાણી જેવું જ છે પરંતુ તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ વધુ મજબૂતાઈથી જોડાયેલા હોય છે. હેવી વોટર ૩.૮૨ ડિગ્રી સેલ્શીયસ તાપમાને બરફ બને છે અને ૧૦૧ ડીગ્રી તાપમાને ઉકળે છે. સામાન્ય પાણી કરતાં તે બમણા વજનનું હોય છે. જો કે આ બધા તફાવત નજરે પડે તેવા નથી. ૧૯૩૧માં ગીલ્બર્ટ ન્યુટન નામના વિજ્ઞાનીએ હેવી વોટર બનાવવાની શોધ કરેલી, હેવી વોટર પીવાના ઉપયોગમાં લઈ શકાતું નથી. જો કે સાદા પાણીમાં ૩૨૦૦મા ભાગ જેટલું હેવી વોટર ભળેલું હોય છે તે કુદરતી હોય છે. 

ભારત સૌથી વધુ હેવી વોટર ઉત્પાદન કરતો દેશ છે અને બીજા દેશોને નિકાસ કરે છે. આ પાણી અણુસંશોધનોમાં વપરાય છે અને ઘણું મોંઘું છે, લગભગ ૨૦૦૦૦ રૂપિયાનું લીટર !


Google NewsGoogle News