ડ્રોન વિમાન કેવું હોય? .
યુ ધ્ધ વિષયક સમાચારોમાં ડ્રોન વિમાન દ્વારા હુમલાનો ઉલ્લેખ તમે સાંભળ્યો હશે. યુધ્ધમાં વપરાતા ડ્રોન વિમાન એવા હેલિકોપ્ટર છે કે જેમાં પાઈલટની જરૃર નથી. જમીન ઉપરથી રિમોટ દ્વારા સંચાલિત થાય છે. આ વિમાનમાં શસ્ત્રો કે દારૃગોળોભરી નિશ્ચિત સ્થળે હુમલા કરાય છે. ડ્રોન વિમાન ૧૨ થી ૧૩ ફૂટ લંબાઈનાં હોય છે. તેનો પંખો ૨૦ ફૂટ વ્યાસનો હોય છે. ૯ ફૂટ ઊંચું આ વિમાન ૧૫૦ કિલોમીટરની ઝડપઊંડે છે અને આસપાસના ૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં હુમલા કરી શકે છે.
નાના કદના ડ્રોન વિમાનના અન્ય ઉપયોગો પણ જાણીતા બન્યા છે. એરિયલ ફોટોગ્રાફી પણ કેમેરા સાથેના નાના કદના ડ્રોન બને છે.