પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અવકાશમાં ક્યાં સુધી લાગે?
પૃથ્વી ભમરડાની જેમ ચક્રાકાર ફરે છે અને તે પણ દર સેકંડે ૪૬૦ મીટરની ઝડપે. આટલી ઝડપ હોવા છતાંય માણસો સહિતની પૃથ્વી પર રહેલી વસ્તુઓ બહાર ફેંકાઈ જતી નથી કેમકે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમામ ચીજોને પોતાની તરફ ખેંચી રાખે છે.
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ દૂર અવકાશમાં રહેલા ચંદ્રને પણ ખેંચી રાખે છે એટલે જ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફર્યા કરે છે. ગુરુત્વાકર્ષણ એટલે ગ્રેવીટી. તમે ઝીરો ગ્રેવીટી શબ્દ સાંભળ્યો હશે. અવકાશયાત્રીઓ અવકાશી સફરમાં ગુરુત્વાકર્ષણ વિનાની સ્થિતિનો અનુભવ કરે છે. જો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર કશું જ જઈ શક્તું નથી. પરંતુ આકાશ તરફ દર સેંકડે ૧૦ કિલોમીટરની ઝડપે ગતિ કરતા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણનુ બળ તો હોય જ છે. પરંતુ ચીજની ઝડપ અને કદ પ્રમાણે તેમાં વધઘટનો અનુભવ થાય. વિજ્ઞાનીઓના અંદાજ મુજબ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર નિકળવું હોય તો ચંદ્ર કરતાં ૧૭ ગણા અંતરે જવું પડે.