મગજ જુદી જુદી વસ્તુઓને કેવી રીતે યાદ રાખે છે?
આ પણું મગજ શરીરનું સંચાલન કરવા ઉપરાંત જાતજાતના વિષયોનું જ્ઞાન, લોકોની ઓળખ, જુદી જુદી ઘટનાઓની યાદ અને ભવિષ્યના વિચારો પણ કરે છે જરૂર પડે ત્યારે જૂની વાતોને પણ યાદ કરી શકે છે. નાનકડા મગજમાં આ બધા કાર્યો કરવા માટે વિવિધ વિભાગો અને કેન્દ્રો હોય છે. મગજ આ બધા કામ કઈ રીતે કરી શકે છે તેનો પૂરો તાગ વિજ્ઞાનીઓ પણ મેળવી શક્યા નથી. વિજ્ઞાનીઓએ મગજના ઘણા અભ્યાસ અને સંશોધન કર્યા છે. મગજમાં અબજો જ્ઞાનકોષો હોય છે આ બધા કોષો એકબીજા સાથે જોડાઈને મોટી જાળ બનાવે છે. જ્ઞાનકોષો એકબીજા સાથે ટેન્ડ્રાઇટ નામના મણકાથી જોડાયેલા હોય છે. આ બધું જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. મગજના આંતરિક ભાગમાં યાદકેન્દ્ર હોય છે. તેના જ્ઞાનકોષોમાં માહિતી હોય છે. જરૂર
પડે ત્યારે આ કોષો આ માહિતીને કરોડરજ્જુ દ્વારા અવયવોને પહોંચાડે છે. કાન, નાક, આંખ, ચામડી પોતે સાંભળેલું, જોયેલું, સુંઘેલું અને સ્પર્શેલું યાદ કરી શકે છેતેમાં નવી માહિતી સંઘરી શકે છે. મગજમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યાદોને સંઘરવા માટે જુદા જુદા વિભાગો હોય છે. વાંચેલું, ભણેલું, અનુભવેલું, લાંબા ગાળાના યાદ કેન્દ્રોમાં સચવાય છે.