ઈલેક્ટ્રીક કાર કેવી રીતે ચાલે છે? .
પેટ્રોલ અને ડિઝલ બળે એટલે પ્રદૂષણ થાય. વિજ્ઞાાનીઓએ પ્રદૂષણ પેદા ન થાય તેવી શોધ કરી અને ઈલેક્ટ્રીક વડે ચાલતી કાર બનાવી છે. ઈલેક્ટ્રીક કાર અન્ય કાર જેવી જ છે પણ તેમાં પેટ્રોલની ટાંકીના સ્થાને હાઈડ્રોજન ફ્યુઅલ સેલ નામની બેટરી હોય છે. આ બેટરી હવામાંથી ઓક્સિજન મેળવી વીજળી પેદા કરે છે. બેટરીને હાઈડ્રોજન પૂરો પાડવા માટે હાઈડ્રોજનની ટાંકી હોય છે. બેટરીમાંથી મળતાં ઈલેક્ટ્રીક પાવર દ્વારા તેની સાથે જોડાયેલી મોટર ફરે છે અને કારના આગલા વ્હીલને ફેરવે છે. આ કારની બેટરી રીચાર્જ થઈ શકે છે. હાઈડ્રોજન ખલાસ થાય ત્યારે વધુ હાઈડ્રોજન ભરવામાં આવે છે. આ કારથી પ્રદૂષિત વાયુ ઉત્પન્ન થતાં નથી પરંતુ વરાળ સ્વરૂપે ધૂમાડો પેદા કરે છે. વિજ્ઞાાનીઓએ કારના છાપરા પર સોલાર પેનલ બેસાડીને સોલાર પાવર વડે ચાલતી કાર પણ બનાવી છે. જે સોલાર પાવરને બેટરીમાં સંગ્રહ કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે.