નીઓન લેમ્પ રંગીન પ્રકાશ કેવી રીતે આપે છે?
બ જારની રોશની નું આવરણ એટલે નીઓન લેમ્પ. વાંકી-ચૂકી પાતળી રંગીન ટયુબ લાઈટથી બનેલાં અક્ષરોવાળા બોર્ડ તમે જોયા હશે. જાહેરાતો અને ડેકોરેશનમાં ઉપયોગી નીઓન લેમ્પ એક પ્રકારની ટયુબલાઈટ છે. ટયુબલાઈટમાં મરક્યુરી ગેસથી સફેદ પ્રકાશ ઉત્પન્ન થાય છે પરંતુ રંગીન ટયુબલાઈટમાં નીઓન અને આર્ગન વાયુઓનું મિશ્રણ હોય છે. સાદા વીજળીના લેમ્પ કરતાં નીઓન ફ્લુરોસેન્ટ અને લાઈટ એમિટિંગ ડીઓહલમાં વીજળીનું ગરમીમાં ઓછું રૂપાંતર થાય છે. તેથી વધુ પ્રકાશ આપે છે. નીઓન લેમ્પની શોધ ૧૮૯૮માં જ્યોર્જીસ ક્લાડિ નામના વિજ્ઞાાનીએ કરેલી. ૧૯૩૦માં તે લોકપ્રિય થઈ ગયેલા. નીઓન વાયુ ભરેલી ટયુબ લાલ પ્રકાશ આપે છે. તે જ રીતે નીઓન સાથે ક્રિસ્ટીન, આર્ગન અને ઝેનોન વાયુઓ ભેળવવાથી જુદા જુદા રંનો પ્રકાશ મેળવી શકાય છે.