Get The App

પૃથ્વી પર માણસ કેવી રીતે આવ્યો?

Updated: Nov 23rd, 2018


Google News
Google News
પૃથ્વી પર માણસ કેવી રીતે આવ્યો? 1 - image

પૃથ્વી પર ડાયનોસોરનો નાશ થયા બાદ નાના સસ્તન પ્રાણીઓનું વર્ચસ્વ વધ્યું. તે સમયના પ્રાણીઓ માંસાહારી અને ચાર પગે ચાલનારાં હતા.

યુરેશિયામાં વિરાટ કદના હાથી અને આફ્રિકન વિસ્તારમાં વાનરો બન્યા.

માણસની ઉત્પતિ વાનરમાંથી થઈ હતી તે સર્વ સ્વીકૃત સિધ્ધાંત છે. પૃથ્વીપર જલવાયુ પરિવર્તનથી વાનરો ઝાડ ઉપરથી જમીન પર વસવા લાગ્યા અને 

પર્યાવરણને અનુકૂળ થવા લાગ્યા. પૃથ્વી પરના વાતાવરણને અનુકુળ થવા માટે તેમના શરીરમાં ફેરફાર થવા લાગ્યા. આ ફેરફાર ચહેરા અને માથામાં થયા. ચહેરા ચપટા થયા. દાંતની શ્રેણી બની. તેથી ખોરાકની પસંદગી કરવા લાગ્યા.

કેટલાક વાનરો બે પગે ચાલતા થયા અને હાથીનો  ઉપયોગ કરવા લાગ્યા. તેમના મગજ શક્તિશાળી બનતા ગયા. તેઓ ગુફામાં રહેતા થયા અને ખોરાક શોધવા, શરીરનું રક્ષણ કરવા અને ઉપાયો કરવા લાગ્યા. આ પ્રથમ માનવ હોમો હેબિલિસ કહેવાય છે. ત્યારબાદ હોમો ઇરેકટસ, નિઅનડર્થલ, બન્યાં.

આજનો માણસ હોમો સેપિયન્સનો વંશજ છે. આરંભકાળનો માણસ માંસાહારી હતો. શરીરને ચામડાથી ઢાંકતો. કાળક્રમે બુધ્ધિનો વિકાસ થયો અને સામાજિક બનવા લાગ્યો. લગભગ ૧૦ હજાર વર્ષ પહેલા પૃથ્વી પર વિવિધ સંસ્કૃતિઓનો વિકાસ થયો. સંસ્કૃતિની શરૂઆત માનવજીવન માટે ક્રાંતિકારી હતી. માણસ ખેતી કરતાં શીખ્યો અને ત્યાર બાદ વિકાસની વાત જાણીતી છે. 

Tags :
ManEarth

Google News
Google News