Get The App

ઐતિહાસિક ઇમારત દિલ્હીનો લાલ કિલ્લો

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
ઐતિહાસિક ઇમારત દિલ્હીનો લાલ કિલ્લો 1 - image


દિ લ્હીનો લાલ કિલ્લો ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો પ્રાચીન અને ભવ્ય સંકુલ છે. લાલ પથ્થર વડે ૧૭મી સદીમાં બંધાયેલા આ કિલ્લા પરથી સ્વાતંત્ર્યદિને વડાપ્રધાન રાષ્ટ્રજોગ પ્રવચન કરે છે.

ઇ.સ. ૧૬૩૮માં મોગલ બાદશાહ શાહજહાંએ પાટનગર આગ્રાથી ફેરવી દિલ્હીમાં ખસેડયું ત્યારે લાલ કિલ્લાનું બાંધકામ શરૂ કરાયેલું. તેને બંધાતા ૧૦ વર્ષ લાગ્યા હતા. શાહજહાંએે તેને કિલ્લા એ મુબારક નામ આપેલું.

લાલ કિલ્લાની ફરતે ૨.૪ કિલોમીટર લાંબી દીવાલ છે. આ દીવાલ ૧૮ મીટરથી ૩૩ મીટર સુધી ઊંચી છે. કિલ્લો બાદશાહનું નિવાસસ્થાન હોવાથી ભવ્ય હતો. સુંદર આરસ પહાણની કલાત્મક કોતરણીથી શોભતા તેના રંગ મહેલની છત ચાંદીની હતી. કોહિનૂર હીરો જડેલું સિહાસન આ કિલ્લામાં હતું. કિલ્લાના બે ભાગ હતા દિવાને આમ અને દિવાને ખાસ. દિવાને આમ એટલે સામાન્ય જનતા માટેનો દરબાર અને દિવાને ખાસ એટલે શાહી પરિવારનું રહેઠાણ.

કિલ્લામાં મોતી મસ્જિદ, રાણીનું નિવાસ સ્થાન, હયાત બક્ષ , બાગ, રંગ મહેલ અને સગીતભવન જોવા જેવા છે. શાહજહા પછી ઘણા બાદશાહોએ આ કિલ્લામાં સુધારા વધારા કર્યા. અંગ્રેજોના શાસન દરમિયાન તેમની કેટલીક કીમતી વસ્તુઓ ખસેડી લેવાઈ છતાં લાલકિલ્લાની ભવ્યતા ઓછી થઈ નથી.


Google NewsGoogle News