Get The App

ઋતુઓની સંતાકૂકડી .

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
ઋતુઓની સંતાકૂકડી                                     . 1 - image


- હેમંત અને શિશિર ઋતુએ કહ્યું,'ભગવાન, અમે તમારી પાસે એક સમસ્યા લઈને આવ્યાં છીએ. તમે અમારા ઝગડાનું સમાધાન કરી દો.' ભગવાને કહ્યું, 'હા, બોલો તમારી સમસ્યા શું છે?'

- માધવી આશરા 

એક સમયની વાત છે. શિયાળો, ઉનાળો, ચોમાસું એમ ત્રણેય તુઓ સાથે હળીમળીને રમતી હતી. ત્રણેય ખૂબ રમ્યાં અને જયારે રમી-રમીને થાકી ગયાં એટલે આરામ કરવા માટે તેઓ એક વૃક્ષની ઠંડી છાયામાં બેસી ગયાં. 

શિયાળો એ બે બહેનોની જોડી છે, ઉનાળો પણ બે બહેનોની જોડી છે, ચોમાસું પણ બે બહેનોની જોડી છે. આમ છ બહેનપણીઓનો આ સમૂહ હંમેશા સાથે જ રહેતો હતો. બધાનો થાક થોડોઘણો ઉતર્યો એટલે શિયાળાની તુ હેમંત અને શિશિર બંનેએ કહ્યું, 'ચાલો આપણે સંતાકૂકડી રમીએ.'

હેમંત અને શિશિરની વાત સાંભળી વસંત અને ગ્રીષ્મ  કહે, 'આપણે રમીએ તો ખરીએ, પણ પહેલા દાવ કોણ આપશે?'

વસંત અને ગ્રીષ્મ બંને બહેનોની વાત સાંભળી વર્ષા અને શરદ બંને બહેનોએ એક સૂરમાં કહ્યું, 'જુઓ અમે તો વર્ષારાણી કહેવાય, એટલે રાણી પહેલાં દાવ ન આપે. એટલે અમે પણ પહેલાં દાવ ન આપીએ.'

વસંત અને ગ્રીષ્મએ જોયું કે વર્ષા અને શરદ તો બહુ અભિમાન કરે છે. તેમણે પણ મોઢું બગાડી કહ્યું, 'અરે રાજા હોય કે રાણી, રમતમાં તો સૌ સરખા જ ગણાય, અને જો તમે રાણીઓ છો તો અમે પણ અમારા સખત તાપથી લોકોને અકળાવી દઈએ છીએ. આથી અમે પણ પહેલાં દાવ ના આપીએ.'

આમ વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ચારેયની વાત સાંભળી હેમંત અને શિશિર તુઓએ પણ કહ્યું, 'અમારું જયારે ધરતી પર આગમન થાય છે ત્યારે અમારા ઠંડા પવનોથી આખી પૃથ્વી થીજી જાય છે. વૃક્ષ-છોડ પરનાં પાંદડાંઓ સુકાઈ જાય છે. સમગ્ર ધરતી ઠંડીમાં જકડાઈ જાય છે. એટલે અમે પણ પહેલાં દાવ ન આપીએ.' 

આ બાજુ આસપાસનાં વૃક્ષો શાંતિથી ત્રણેય તુઓની વાત સાંભળી રહ્યાં હતાં. પણ બધાનો ઝગડો ધીમે ધીમે વધી રહ્યો હતો. અંતે ઝગડાનું સમાધાન કરવા માટે વૃક્ષોએ ત્રણેય તુઓને શાંત રહેવા માટે કહ્યું, 'સાંભળો મારી વાત, તમારા ઝગડાનું સમાધાન કરવું મુશ્કેલ છે. તમે એક કામ કરો કે તમારી આ સમસ્યા લઈને ભગવાન પાસે જાવ, તેઓ જ તમારા ઝગડાનું સમાધાન કરશે.' 

ત્રણેય તુઓને વૃક્ષોની વાત ગમી ગઈ. તેઓ પોતાના ઝગડાનું સમાધાન મેળવવા માટે ભગવાન પાસે પહોંચી ગઈ. 

ભગવાનનો મહેલ ખૂબ જ સુંદર હતો. ભાતભાતનાં ચિત્રો દીવાલ પર લટકાવેલાં હતાં, અનેક પક્ષીઓ ભગવાનનાં મહેલનાં આંગણે રમી રહ્યાં હતાં. વૃક્ષો પણ મીઠાં મંદ-મંદ પવનમાં લહેરાતાં હતાં. મહેલનું આવું સુંદર દશ્ય જોઈ ત્રણેય તુઓ ખુશ થઈ ગઈ. 

ભગવાન ત્રણેય તુઓને પોતાના મહેલમાં આવતાં જોઈને આનંદિત થઇ ગયા. ભગવાને સૌને આવકાર આપ્યો અને બેસવા માટે કહ્યું. ત્યાર પછી ભગવાને કહ્યું, 'તમે છ બહેનપણીઓ અહીં આવી તેનો મને ઘણો આનંદ છે.'

હેમંત અને શિશિર ઋુતુએ કહ્યું, 'ભગવાન અમે તમારી પાસે એક સમસ્યા લઈને આવ્યાં છીએ, તમે અમારા ઝગડાનું સમાધાન કરી દો.'

ભગવાને કહ્યું, 'હા, બોલો તમારી સમસ્યા શું છે?'

હેમંત અને શિશિર તુ કહે, 'ભગવાન અમે સંતાકૂકડીની રમત રમવાનું વિચારી રહ્યાં હતાં, એટલે કોઈએ તો પહેલાં દાવ આપવો પડે. આથી અમારી વચ્ચે ઝગડો થવા લાગ્યો. ચોમાસું કહે હું સર્વશ્રે છું, ઉનાળો કહે હું સર્વશ્રે છું, અમે કહીએ છીએ અમે સર્વશ્રે છીએ. હવે તમે જ અમારા ઝગડાનું સમાધાન કરી આપો.'

ભગવાને કહ્યું, 'જુઓ તુઓ, તમે ત્રણેય ધરતી માટે ખૂબ જ મહત્ત્વની છો. તમારા વગર ધરતી પર રહેતા લોકો જીવિત ન રહી શકે.' ભગવાન પોતાની વાત તુઓને સમજાવી રહ્યાં હતાં. તેમણે આગળ કહ્યું, 'શિયાળાની ઠંડીથી ધરતીને ઠંડક મળે છે, ધરતી પર થતા દરેક ખાદ્ય પદાર્થને યોગ્ય વાતાવરણ મળી રહે છે, વૃક્ષ પરના પાંદડાઓ ખરે છે એટલે નવાં પાંદડાઓની કૂંપળને ફૂટવા માટે જગ્યા મળે છે. ત્યાર પછી દરેક વૃક્ષ નવાં વો ધારણ કરે છે.

'ઉનાળા દરમિયાન વસંત આવતાં ધરતી પરનાં તમામ વૃક્ષો અને છોડ પર નવો ફાગ બેસે છે. ધરતી પરની ભીનાશ સુકાઈ જાય છે, ધરતી તપે છે,આ તાપથી તેની ભાપ આકાશમાં વાદળો ભરાઈ જાય છે. જે ચોમાસાનાં આગમનની સૂચના આપે છે. આમ ચોમાસું આવતા ધરતીની તરસ સંતોષાય છે. સૂકી ધરતી ફરી લીલીછમ થઈ જાય છે.'

હેમંત અને શિશિર તુએ કહ્યું, 'તમારી વાત સાચી છે, પણ પહેલાં દાવ કોણ આપશે? આ ધરતી પર પહેલું આગમન કોનું થવું જોઈએ?'

ભગવાને કહ્યું, 'કોઈપણ કાર્યની શરૂઆત શાંતિથી થવી જોઈએ. શિયાળો એ શાંતિનું પ્રતીક છે. આથી વર્ષની શરૂઆત શિયાળાથી થવી જોઈએ. આમ, પહેલો દાવ શિયાળાનો આવશે, ત્યાર પછી ઠંડીને કારણે પાંદડાઓ સુકાઈ જાય છે, આથી નવા ફાગની જરૂર પડે છે, સમગ્ર ધરતીને સંચાલિત કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, ગરમીની જરૂર પડે છે, આથી હવે ઉનાળાનો દાવ આવશે. ત્યાર પછી સમગ્ર ધરતીની તરસ સંતોષવા માટે પાણીની જરૂર પડે છે, આથી હવે ચોમાસાનો દાવ આવશે. આમ દરેક તુનો ચાર-ચાર મહિનાનો સમય રહેશે.' 

આમ દરેક તુએ ભગવાનની વાત શાંતિથી સાંભળી અને તેઓને વાત ગમી ગઈ અને સમજાઈ પણ ગઈ. તો બાળમિત્રો, આ રીતે સમગ્ર ધરતી પર ત્રણ તુઓનો વસવાટ થયો. વારાફરતી વારો એમ દરેક તુ સંતાકૂકડી રમે છે. પણ આ રમતમાં ક્યારેય કોઈ પકડાતું જ નથી. આમ જ તુ ચક્ર ચાલ્યાં કરે છે.

Tags :