પૃથ્વીના અક્ષાંશ, રેખાંશ અને નકશા
પૃ થ્વીના સંતરા જેવી ગોળ છે. પૃથ્વી પરના સ્થળોની ભૌગોલિક સ્થિતિ અક્ષાંશ અને રેખાંશ વડે રજૂ થાય છે. પૃથ્વીના ગોળા પર કલ્પિત રેખાઓ આંકવામાં આવી છે. પૃથ્વી પર આડી રેખાને અક્ષાંશ અને ઊભી રેખાને રેખાંશ કહે છે. ચિત્રાંકનમાં પૃથ્વી ઉપરનો છેડો ઉત્તર ધ્રુવ અને નીચેનો છેડો દક્ષિણ ધ્રુવ છે. બંને ધ્રુવ વચ્ચે બરાબર મધ્યમાં વિષુવવૃત્ત નામની આડી રેખા છે. આ રેખા પૃથ્વીના ગોળાના બે સરખા ભાગ કરે છે.
વિષુવવૃત્તને શૂન્ય અક્ષાંશ ગણીને ઉત્તર અને દક્ષિણે ૧૧૧ કિલોમીટરના અંતરે સમાંતર રેખાઓ દોરેલી છે. ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં ૯૦-૯૦ અક્ષાંશો વડે કોઈ પણ સ્થળનું વિષુવવૃત્તથી અંતર જાણી શકાય છે.
ભૂગોળના અભ્યાસ માટે ઉપયોગી નકશા અને અક્ષાંશ રેખાંશને ગાઢ સંબંધ છે. નકશા બનાવવાની કળાને કાર્ટોગ્રાફી કહે છે. ઈ.સ. પૂર્વે ૩૫૦માં પણ નકશા બનતા. નકશામાં સ્કેલ કે પ્રમાણમાપ મહત્ત્વનું છે. પૃથ્વી પરના ૧૦૦ કિલોમીટરનું અંતર નકશાાં એક સેન્ટીમીટર કે અનુકૂળ માત્ર પ્રમાણે દર્શાવાય છે.
નકશા પર અક્ષાંશ અને રેખાંશ હોય છે એટલે કયું સ્થળ ક્યાં છે તે તાત્કાલિક જાણી શકાય છે. વિવિધ હેતુ માટેના નકશામાં જરૂરી માહિતી હોય છે. નકશામાં પર્વતો, નદીઓ, જંગલો વિગેરે નિયત કરેલા ચિહ્નો દ્વારા દર્શાવાય છે.