Get The App

ઈનામ .

Updated: Dec 16th, 2022


Google NewsGoogle News
ઈનામ                                                    . 1 - image


- 'ઈનામ નહીં મળે તો કંઈ નહીં, પણ હું મોટી દીદીને ઊભી નહીં કરતે તો એ તો રડયાં જ કરતેને. હું દીદીને કેવી રીતે રડવા દઉં?' 

- રોહિત ખીમચંદ કાપડિયા

રા જુને સૂવાડવા એના માથામાં હાથ ફેરવતાં એનાં પપ્પાએ કીટુ અને બિટુની વાર્તા શરૂ કરી.

એક વાર શાળામાં દોડવાની સ્પર્ધા હતી.

કીટુ અને બિટુ ઘરમાં એકબીજા સાથે રમતાં ખૂબ જ દોડાદોડી કરે. બંને દોડવામાં બહુ જ સ્ફૂતલા. વીસ છોકરા-છોકરીએ દોડવાની હરીફાઈમાં ભાગ લીધો હતો.

સ્પર્ધા ચાલુ થઈ. શરૂઆતથી જ કીટુ અને બિટુ બંને બધાંથી આગળ હતાં. દોડ પૂરી થવાને હવે થોડું જ અંતર બાકી હતું. બિટુ પહેલાં નંબરે અને કીટુ બીજાં નંબરે આવશે એ નક્કી જ હતું. ત્યાં જ કીટુના પગમાં એક નાનકડો પથ્થર આવ્યો ને એ ગબડી પડી. એણે તો જોરથી ચીસ પાડી, 'મમ્મી...'

ને પછી રડવા લાગી. 

    કીટુની ચીસ સાંભળી બિટુ ઊભો રહી ગયો અને પાછો ફર્યો. હાથ આપીને એણે કીટુને ઊભી કરી ને એનાં આંસુ લૂછયા.

પછી બંને સાથે દોડવા લાગ્યાં. જો કે એ પહેલાં તો ત્રણ સ્પર્ધક આગળ નીકળી ગયાં હતાં. થોડુંક જ અંતર બાકી હોવાથી એ ત્રણ જણાં જ પહેલાં, બીજાં અને ત્રીજા નંબરે આવી ગયાં. 

ચોથા અને પાંચમા નંબરે આવેલાં બિટુ અને કીટુને ઊભાં રાખી શિક્ષકે બિટુને પૂછયું, 'તું તો દોડમાં પહેલાં નંબરે હતો. તારી બેન તો તો એની મેળે પાછી આવી જતે. તું શું કામ પાછો ગયો?'

બિટુએ કહ્યું, 'મારી મોટી દીદી પડી ગઈ હોય તો એને છોડીને હું કેવી રીતે આગળ દોડું.'

શિક્ષકે કહ્યું, 'તારો પહેલો નંબર અને ઈનામ જતાં રહ્યાં તેનું શું?' 

બિટુએ કહ્યું, 'ઈનામ નહીં મળે તો કંઈ નહીં, પણ હું મોટી દીદીને ઊભી નહીં કરતે તો એ તો રડયાં જ કરતેને. હું દીદીને કેવી રીતે રડવા દઉં?' 

શિક્ષકે બિટુની પીઠ થાબડીને કહ્યું, 'શાબાશ. સાચો પ્રેમ હોય ત્યાં ઈનામ નું કોઈ મહત્ત્વ નથી. આવી જ રીતે દીદીનું ધ્યાન રાખજે. તમને બંનેને હું ખાસ ઈનામ આપું છું.' 

કીટુ અને બિટુ બંને ખુશ થઈ ગયાં. રાજુ પણ વાર્તા પૂરી થતાં જ ઈનામનાં સપનાં જોતો ઘસઘસાટ ઊંઘી ગયો.


Google NewsGoogle News