નક્ષત્ર અને રાશિ શું છે ? .

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
નક્ષત્ર અને રાશિ શું છે ?                                     . 1 - image


જ્યો તિષશાસ્ત્રના નક્ષત્ર અને રાશિ શબ્દો જાણીતાછે. રાશિ ઉપરથી ભવિષ્ય કથન તમે વાંચતા હશો. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓએ ર્સૂ્ય, ચંદ્ર અને તારાઓની ગતિ અને સ્થાનનો અભ્યાસ કરીને પંચાંગની રચના કરેલી. પંચાંગમાં કયા દિવસે સૂર્ય, ચંદ્ર અને તારાઓ ક્યાં હોય છે તેની ચોક્કસ માહિતી હોય છે. પૃથ્વી અને ચંદ્રની પ્રદક્ષિણા અને ધરી ભ્રમણનો સમય નિશ્ચિત હોય છે. એટલે સમગ્ર સૂર્યમાળાની ગતિવિધિ ચોક્કસ અને નિયમિત હોય છે. આકાશમાં ચંદ્ર તારાઓની વચ્ચે સરકતો હોય છે. ચંદ્રની ભ્રમણ કક્ષાના ૨૭ ભાગ પાડી ખગોળશાસ્ત્રીઓએ તેને નામ આપ્યા છે. આ નામ જાણીતા છે. દરેક ભાગમાં તારા હોય છે. તારાના ઝૂમખાના આકાર ઉપરથી તેને નામ અપાય છે. ચંદ્ર જે ઝૂમખામાં હોય છે તે નક્ષત્રમાં છે તેમ કહેવાય છે. નક્ષત્રોના નામ ઉપરથી કારતક, માગશર, પોષ, વગેરે મહિનાના નામ પડયા છે. વિક્રમ સંવત ચંદ્રની ગતિવિધિના આધારે ગણાય છે તેને ચાંદ્રવર્ષ કહે છે.ળ

ચંદ્રની ભ્રમણકક્ષાની જેમ સૂર્ય ફરતે પ્રદક્ષિણા  પથના વર્તુળના ૧૨ ભાગ પાડી તેને રાશિ નામ  અપાયું. રાશિ એટલે કે ઢગલો કે સમૂહ. રાશિમાં તારાનો સમૂહ હોય છે. તેની ગોઠવણીમાં બળદ, સિંહ, ત્રાજવા, માછલી જેવા આકારોની કલ્પના કરીને બાર રાશિના નામ અપાયા છે. બધું ચક્રાકાર છે પરંતુ અશ્વિની પહેલું નક્ષત્ર અને મેષને પહેલી રાશિ ગણવામાં આવે છે.

નક્ષત્ર અને રાશિ શું છે ?                                     . 2 - image

૩ડી ફિલ્મની ટેક્નિકનું વિજ્ઞાાન

આ પણે વિશ્વને બે આંખ વડે જોઈએ છીએ એટલે સામેના દ્રશ્યમાં  લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ એમ ત્રણ પરિમાણો દેખાય છે. આપણી બે આંખ વચ્ચેનું અંતર તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કાગળ ઉપર છાપેલા ચિત્રો કે કેમેરાની તસવીરોમાં ઓછા વધતા પ્રકાશ અને રંગમિશ્રણથી ઊંડાણ દેખાય ખરું પરંતુ તે બે પરિમાણમાં જ હોય છે. આપણી બંને આંખમાં પડતાં પ્રતિબિંબમાં થોડો ફરક હોય છે. દ્રશ્યના સંકેત મગજમાં જાય ત્યારે આ ફરક દૂર થઈ એક જ દ્રશ્યનો અનુભવ થાય છે. વિજ્ઞાાનીઓએ આ વિલક્ષણતાનો ઉપયોગ કરી ૩ડી ચિત્રો અને ફિલ્મો બનાવ્યા છે.

જૂના વખતમાં ૩ડી ચિત્રો જોવા મળતાં. કેમેરા વડે એક દ્રશ્યની તસવીર લઈને કેમેરા આંખ વચ્ચેના અંતર જેટલો ખસેડી બીજી તસવીર લેવાય. આ રીતે ડાબી આંખ અને જમણી આંખમાં  પડતાં પ્રતિબિંબની બે તસવીર મળે. આ બંને તસવીરોને બંને સામે મૂકી એકી નજરે જોવાથી બંને તસવીર ભળીને એક ૩ડી દ્રશ્ય ઉભું કરે છે. જુના વખતમાં મનોરંજન માટે આવી તસવીરો બનતી. તેને સ્ટીરીયોગ્રામ કહેતા અને તે જોવા માટેના ચશ્માને સ્ટીરીયોસ્કોપ કહેતા.

આજે ૩ડી ફિલ્મો જોવા મળે છે અને તેની નવાઈ નથી. ૩ ડી ટેકનિકની ઘણી  પધ્ધતિ છે. અગાઉ કલર ફિલ્ટર ચશ્મા  વપરાતા તેમાં એક આંખ ઉપર ભૂરો અને બીજી આંખ ઉપર લાલ એમ બે રંગના કાચવાળા ચશ્મા વપરાતા. સામેની તસવીરમાં આ બંને રંગો આંખ વચ્ચેના અંતર જેટલા આઘાપાછા છપાયેલા હોય તે ચશ્મા વડે એકરૂપ થઈ દેખાય.

થિયેટરમાં દર્શાવાતી ફિલ્મોમાં  પોલરાઇઝડ પધ્ધતિનો ઉપયોગ થાય છે. આ પધ્ધતિમાં બે પ્રોજ્ેક્ટર વડે ફિલ્મ પરદા પર પડે છે. ડાબી અને જમણી આંખના દ્રશ્યો વારફરતી પડે છે તે જોવા માટે પોલરાઈઝ્ડ ગ્લાસના ચશ્મા વપરાય છે. આ ચશ્મા વડે આપણી નજર દ્રશ્યની સામે સ્થિર રાખીને જોવું પડે છે.

નક્ષત્ર અને રાશિ શું છે ?                                     . 3 - image

ઉર્જાના વિવિધ સ્વરૂપ

મ શીનો, વાહનો વગેરે ચલાવવા માટે શક્તિ જોઈએ. માણસો અને પ્રાણીઓને હાલવાચાલવા માટે પણ શક્તિ જોઈએ. આ શક્તિ શું છે? તેને ઉર્જા કે એનર્જી પણ કહે છે. સાદી ભાષામાં કહીએ તો ઉર્જા એટલે કામ કરવાનું બળ. આપણી ચારે તરફ કોઈને કોઈ રૂપે ઉર્જાનો ઉપયોગ થાય છે. 

પક્ષીઓ ઊડે, ટી.વી. કે રેડિયો ચાલે, રસોઈ થાય કે ઝાડપાન  પવનથી હલે ત્યારે શક્તિનો ઉપયોગ થતો હોય છે. આ શક્તિના વિવિધ સ્વરૂપોને પણ ઓળખવા જેવા છે.

પ્રકાશ ઃ પ્રકાશ એ સૂર્યમાંથી આવતી વિકિરણરૂપી શક્તિ છે. વનસ્પતિ તેમાંથી ખોરાક બનાવે છે અને સજીવ સૃષ્ટિ તેમાંથી શક્તિ મેળવે છે.

ગરમી ઃ સૂર્યપ્રકાશમાં ગરમી પણ હોય છે. અગ્નિથી પણ ગરમી પેદા થાય. ગરમીનું હવામાં તેમજ વિવિધ માધ્યમોમાં વહન થાય છે. ગરમીના ઉપયોગ જાણીતા છે.

વીજળી ઃ પદાર્થમાં ઈલેક્ટ્રોનની ગતિવિધિમાંથી વીજળી મળે છે. વીજળીના ઉપયોગોની યાદી લાંબી છે. વીજળી પેદા કરવા ગરમી, અણુ કે પ્રકાશનો ઉપયોગ થાય છે.

અણુ ઉર્જા ઃ પદાર્થના અણુના વિભાજન વખતે ઘણી શક્તિ પેદા થાય છે. મોટા રિએક્ટરમાં રેડિયોએક્ટિવ ધાતુના અણુનું વિભાજન કરી શક્તિ મેળવાય છે. તેનો ઉપયોગ અન્ય શક્તિઓ પેદા કરવામાં વપરાય છે. મુખ્યત્વે અણુ ઉર્જાનો ઉપયોગ વીજળી પેદા કરવા થાય છે.

ગતિ ઃ હાલતીચાલતી દરેક વસ્તુમાં ગતિ ઉર્જા હોય છે. તેને કાઈનેટિક એનર્જી કે ચાલક બળ કહે છે. અણુ, વીજળી, ગરમી કે અન્ય શક્તિથી ગતિ શક્તિ મેળવી શકાય છે.

પવન ઃ પૃથ્વીના ચક્રાકાર ફરવાથી તેની સપાટી પર પવન પેદા થાય છે. પવનની શક્તિથી પવનચક્કી વડે વીજળી અને રેંટ વડે પાણી ખેંચી શકાય છે. વહાણો પણ પવનની શક્તિથી ચાલે છે.

રાસાયણિક શક્તિ ઃ કેટલાક રસાયણો પરસ્પર પ્રક્રિયા કરી ગરમી કે વીજળી પેદા કરે છે. બેટરી તેનો ઉત્તમ નમૂનો છે.

નક્ષત્ર અને રાશિ શું છે ?                                     . 4 - image

શાકભાજી અને ફળોનું અવનવું

* શાક અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે. મનુષ્યના ખોરાક માટે એ મોટો સ્રોત છે.

* સૌથી વધુ લોકપ્રિય ટામેટાંની ૫૦૦૦ જેટલી અને સફરજનની ૭૫૦૦ જેટલી જાત થાય છે. ટામેટા ફળ છે. જ્યારે સફરજન ગુલાબના ફળની વનસ્પતિ છે.

* ફળના અભ્યાસને પોમોલોજી કહે છે. વિશ્વનું સૌથી મોટું ફળ 'કોકો- દ- મેર' ૪૨ કિલોવજનનું હોય છે.

* ફણસ મોટું ફળ છે અને વૃક્ષના થડ ઉપર ઊગે છે.

* કેળા અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે. જ્યારે ટામેટામાં માણસ કરતાં વધુ જીત હોય છે.

* કેળાં રેડિયોએક્ટિવ છે. ફ્રિઝમાં મૂકવાથી કાળા થઈ જાય છે.

* શાક અને ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. સૌથી વધુ તરબૂચમાં ૯૨ ટકા, ગાજરમાં ૮૭ ટકા અને કોબીજમાં ૯૦ ટકા પાણી હોય છે. 

* મનુષ્ય માટે શાક અને ફળો વિટામિનનો ઉત્તમ અને મોટો સ્રોત છે.

નક્ષત્ર અને રાશિ શું છે ?                                     . 5 - image

ડિજિટલ ઇલેકટ્રોનિક એટલે શું ?

ડિ જિટ એટલે અંક અને ડિજિટલ એટલે અંકને લગતું. લેટિન ભાષામાં આંગળીને ડિજિટસ કહે છે. પ્રાચીન કાળના લોકો આંગળીના વેઢા ગણીને ગણતરી કરતાં એટલે અંકને ડિજિટ અને આધુનિક ડિજિટલ નામ અપાયાં. આધુનિક ડિજિટલ પદ્ધતિ એટલે એકડા અને શૂન્ય એમ બે જ અંકોનો ઉપયોગ કરીને વિકસાવાયેલી ગણતરીની પધ્ધતિ. તેમાં ઇલેકટ્રોનિકનો ઉપયોગ થાય છે.

ડિજિટલ પધ્ધતિની કલ્પના પ્રાચીન ભારતમાં થઈ હતી. બીજી સદીમાં થઈ ગયેલા કવિ પિંગળે છંદશાસ્ત્ર રચેલું. પિંગળ વ્યાકરણના રચયિતા પાણિનિના નાના ભાઈ હતા.

છંદશાસ્ત્રમાં દરેક સ્વરને લઘુ અને ગુરુ એમ બે જ રીતે ઓળખવામાં આવે છે. તેમાં લઘુ એટલે એક અને ગુરુ એટલે બે. ૧૩મી સદીમાં હલાયુધ નામના પંડિતે પિંગળશાસ્ત્રના આધારે 'મૃતસંજીવની' નામનો ગ્રંથ રહ્યો. આજની ડિજિટલ  પધ્ધતિ છંદશાસ્ત્રના લઘુગુરુની થિયરીને મળતી આવે છે.

પ્રાચીન ચીનમાં આઠ ત્રિકોણ અને ૬૪ ષટકોણને જુદી જુદી પેટર્નમાં ગોઠવી ગણતરીની પધ્ધતિ વિકસેલી. ૧૧મી સદીમાં શાઓ યાંગ નામના ફિલોસોફરે ચીન અને યાંગ દ્વારા બાઈનરી પધ્ધતિ વિકસાવેલી જેમાં ચીન એટલે શૂન્ય અને યાંગ એટલે એક.

કોઈ પણ ભાષાના શબ્દો કે આંકડાના સમૂહને ઓછામાં ઓછી સંજ્ઞાા દ્વારા દર્શાવવામાં આવે તેને ડિજિટલ પધ્ધતિ કહી શકાય.

તારના સંદેશા  મોકલવાની 'મોર્સ કોડ' પધ્ધતિ અને અંધજનો માટેની બ્રેઈલ લિપિ પણ ડિજિટલ કહેવાય. મોર્સ કોડ 'કડ' અને 'કટ' એવા બે અવાજની જુદી જુદી પેટર્ન વડે રચાયેલી ભાષા છે. બ્રેઈલ લિપિ ચાર છિદ્રો અને ચાર ઉપસેલા  ટપકાની પેટર્ન વડે બનેલી ભાષા છે. જેને આંગળીના ટેરવા દ્વારા ઉકેલાય છે.

ઇ.સ.૧૬૦૫માં ફ્રાન્સિસ બેકને અંગ્રેજી કક્કાને ઓછામાં ઓછી સંજ્ઞાાઓ દ્વારા રજૂ કરવાનો ખ્યાલ આવ્યો. આ સંકેત ઘટના ટકોરા કે ટોર્ચ લાઈટના ઝબકારા દ્વારા દૂર સુધી સંદેશા મોકલવા ઉપયોગી થતા. ઇ.સ.૧૬૯૫માં ગોટફ્રીઝ લીલનીઝે બાઈનરી કોડની શોધ કરેલી.

આધુનિક ડિજિટલ  પધ્ધતિ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ કોર ઇન્ફર્મેશન ઇનરચેન્જ (ASCII) ના આધારે કામ કરે છે. તેમાં સાત બીટ બાઈનરી કોડ દ્વારા કમ્પ્યુટર અને અન્ય સાધનોમાં ભાષાનું નિરૂપણ થાય છે. દરેક અક્ષરને શૂન્યથી ૧૨૭ સુધી અંકો અપાયા છે. જેમાં અંગ્રેજી એ એટલે ૧૧૦૦૦૧ લખાય છે.

કમ્પ્યુટરની ઇલેક્ટ્રોનિક સર્કિટ માત્ર શૂન્ય અને એક એમ બે જ અંકોને ઓળખે છે. ઊંચો વીજપ્રવાહ એક અને નીચે વીજપ્રવાહ શૂન્ય દર્શાવે છે. બંને લિંગ્નલના પ્રસારણ માટે 'ગેટ' હોય છે. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં આવા સેકડો હજારો ગેટ હોય છે. ગેટ જુદી જુદી ગોઠવણીના ડેટા બનાવી તેનો સંગ્રહ કરે છે. આ ઘણી જટિલ પ્રક્રિયા છે. ઇલેકટ્રોનિક ચીપ અને ગેટની શોધ કરવામાં અનેક વિજ્ઞાાનીઓએ વર્ષો સુધી મહેનત કરી છે. આજે આપણે તેનો સરળતાથી ઉપયોગ કરીએ છીએ.

હિમાલયના ટોપટેન શિખર

હિ માલયમાં વિશ્વનું સૌથી ઊંચુ શિખર એવરેસ્ટ જાણીતું છે. હિમાલય એટલે ઊંચા શિખરોવાળી પર્વતમાળા તેમાં એવરેસ્ટ જેવા ૧૧૦ જેટલો શિખરો છે તે બધા ૭૦૦ મીટર કરતાંય ઊંચા છે. એવરેસ્ટ સહિત અન્ય ટોપ ટેન શિખરો પણ જોવા જેવા છે.

શિખર ઊંચાઈ (મીટર) પર્વતમાળાનું નામ

૧. એવરેસ્ટ ૮૮૪૮ મહાલગુર હિમાલય

૨. કે-૨/ગોડવીન ઓસ્ટીન ૮૬૧૧ બાલાતોરી કારાકૂરમ

૩. કાંચનજંઘા ૮૫૮૬ કાંચનજંઘા

૪. લ્હોત્સે ૮૫૧૬ મહાલંગુર

૫. મકાલુ ૮૪૮૫ મહાલંગુર

૬. ચો. ઓયુ ૮૧૮૮ મહાલંગુર

૭. ધવલગીરી ૮૧૬૭ ધવલગીરી

૮. માનસ્લુ ૮૧૬૩ માનસ્લુ

૯. નંગા પર્વત ૮૧૨૬ નંગા પર્વત

૧૦. અન્નપૂર્ણા ૮૦૯૧ અન્નપૂર્ણા



Google NewsGoogle News