Get The App

ફનટાઈમ .

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


ટીચરઃ ચિન્ટુ, હોમવર્ક કરીને કેમ નથી આવ્યો? 

ચિન્ટુઃ ટીચર, હું લેસન કરવા જેવો બેઠો ને એ જ વખતે લાઇટ ચાલી ગઈ.

ટીચરઃ તો લાઇટ આવી પછી કેમ હોમવર્ક કરવા કેમ ન બેઠો? 

ચિન્ટુઃ કારણ કે મને બીક હતી કે લાઇટ મારા લેસની ડરતી હશે તો? હું લેસન કરવા બેસું ને લાઇટ પાછી જતી રહેશે તો?

રોહનઃ સોહન, તને ચીની ભાષા વાંચતા આવડે છે? 

સોહનઃ હાસ્તો વળી. જો ગુજરાતી કે અંગ્રેજી લિપિમાં લખાયેલું હોય તો હું કડકડાટ ચીની વાક્યો વાંચી દઉં!

ચંગુઃ મંગુ, ભાઈ, આજે તારી સાઇકલ મને ચલાવવા આપીશ, પ્લીઝ?

મંગુઃ ના, નહીં આપું. 

ચંગુઃ તું મને સાઇકલ નહીં આપ તો મારું દિલ ખાટું થઈ જશે. 

મંગુઃ તો તારા ખાટા દિલમાં મીઠી ખાંડ નાખીને પી જા.  


Google NewsGoogle News