Get The App

ફનટાઈમ .

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


ઓપરેશન

બુધિયાને એના પપ્પાએ પૂછ્યું : 'બુધિયા! કહે જોઈએ, દવાખાનામાં ઓપરેશન કરતી વખતે ડોકટરો પોતાના મોઢા પર કપડું શા માટે બાંધે છે?'

બુધિયાએ કહ્યું : 'કારણ કે કોઈ વખત ઓપરેશન કરતી વખતે કંઈક ગરબડ થઈ જાય ત્યારે દર્દી ડોકટરને ઓળખી ન શકે ને? કે કયા ડોકટરે એનું ઓપરેશન કર્યું હતું?'

શિક્ષકે એક દિવસ વર્ગમાં વિદ્યાર્થીઓને પૂછ્યું : 'ઉડતી રકાબીની શોધ કોણે કરી અને તે ક્યાં જોવા મળે છે?'

થોડીવાર માટે બધા વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા. જ્યારે કોઈ જવાબ આપવા ઊભું ન થયું ત્યારે બુધિયો ઊભો થયો  અને બોલ્યો : 'સાહેબ! ઊડતી રકાબીની શોધ મારી મમ્મીએ જ કરી છે અને મેં કેટલીય વખત મારા પપ્પાને માથે આવીને પડતી જોઈ છે.'


Google NewsGoogle News