ફન ટાઈમ .
ચિંટુ રસ્તા પર જઈ રહ્યો હતો. એક કેળાની છાલ પર પગ પડતાં એ લપસી પડયો. ઊભો થઈને આગળ ચાલ્યો ત્યાં કેળાની બીજી છાલ પર એનો પગ પડયો ને એ પાછો લપસી પડયો. થોડો આગળ ચાલ્યો ત્યાં એણે કેળાની ત્રીજી છાલ રસ્તાની વચ્ચોવચ્ચ પડેલી જોઈ. એ કહે: ઓહ નો! મારે ફરી પાછી લપસીને પડવું પડશે...
પપ્પુ: પપ્પા, નળમાં પાણી ક્યાંથી આવે છે?
પપ્પા: બેટા, નદીમાંથી.
પપ્પુ: મને નદી જોવા લઈ જાઓને!
પપ્પા-મમ્મી એક સાંજે પપ્પુને નદી જોવા લઈ ગયાં. જેવા કિનારા પાસે પહોંચ્યા કે પપ્પુએ પપ્પાને ધક્કો માર્યો. પપ્પાને નદીમાં ગબડી પડયા. પપ્પુ દોડતો મમ્મી પાસે આવ્યો. કહે, 'મમ્મી... મમ્મી... જલદી ઘરે ચાલ. પપ્પા હમણાં નળમાંથી નીકળશે!'