ફનટાઈમ .
ટીચરે ક્લાસમાં ટીનુને ઊભો કર્યો અને પછી પૂછ્યું, 'ટીનુ, બોલ તો, રસ્તાની બન્ને તરફ ફૂટપાથ શા માટે હોય છે?'
ટીનુ કહે, 'આ તો સાવ સહેલું છે, સર. ફૂટપાથ એટલા માટે બનાવવામાં આવે છે કે જેથી વાહનો દુકાનોમાં ઘૂસી ન જાય!'
ચિંટુ કહે, 'પપ્પા, એક સવાલ પૂછું?'
પપ્પા કહે, 'પૂછને, બેટા.'
ચિટું કહે, 'તમે એન્જિનીયર છો, રાઇટ?'
પપ્પા કહે, 'હા, બેટા.'
ચિંટુ કહે, 'અમને સ્કૂલમાં એક કહેવત શીખવી હતી કે, બાપ તેવા બેટા. એટલે હું તમારા જેવો હોઉં, રાઈટ?'
પપ્પા કહે, 'બરાબર.'
ચિંટુ કહે, 'તો પછી મારે સ્કૂલે શું કામ જવું પડે છે? મને સીધી એન્જિનીયરની ડિગ્રી જ કેમ આપી દેતા નથી?'
દાદીને નવાં ચશ્માં તૈયાર થઈને આવ્યાં. દાદીઃ હાશ... હવે હું વાંચી શકીશ.
રીમીઃ દાદીમા, માણસ ચશ્માં પહેરે એટલે એ વાંચી શકે?
દાદીઃ હાસ્તો વળી.
રીમીઃ તો આપણા ઘરે કામ કરવા આવે છે એ કરસનકાકાને ચશ્માં અપાવી દોને. એ અભણ છે, પણ ચશ્માં પહેરશે એટલે પછી એ પણ વાંચવા લાગશે!