Get The App

ફનટાઈમ .

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


ટીચર : પપ્પુ, ચાલ જવાબ આપ. હું તને સવારે બે ગલુડિયાં આપું છું. પછી બપોરે બીજાં બે ગલુડિયાં આપું છું. સાંજે ફરી પાછા બીજાં બે ગલુડિયાં આપું છું. તો બોલ, તારી પાસે કુલ કેટલાં ગલુડિયાં થશે? 

પપ્પુ: સાત. 

ટીચર : હું તને ફરીથી કહું. જો, તું સવારે બ્રેકફાસ્ટ કરે ત્યારે હું તને બે ક્યુટ ક્યુટ પપી આપું છું. લંચ વખતે બીજાં બે પપી અને ડિનર વખતે ફરી પાછાં બીજાં બે પપી. તો તારી પાસે ટોટલ કેટલાં પપી થશે? 

પપ્પુ : ટીચર, સાત પપી થશે. 

ટીચર : હું તને બીજું એક્ઝામ્પલ આપું. હંું તને પહેલાં બે સફરજન, પછી બીજાં બે સફરજન અને ફરી પાછાં બે સફરજન આપું તો તારી પાસે કુલ કેટલાં સફરજન થશે? 

પપ્પુ : છ સફરજન. 

ટીચર : વેરી ગુડ. તો હવે તને મૂળ સવાલ ફરી પૂછંુ છું. હું તને સવારે બે ગલુડિયાં, બપોરે બે ગલુડિયાં અને સાંજે બે ગલુડિયાં આપું તો તારી પાસે કુલ કેટલાં ગલુડિયાં થાય? 

પપ્પુ : ટીચર, સાત. 

ટીચર : (ગુસ્સે થઈન) સાત ગલુડિયાં કેવી રીતે થાય? છ જ થાયને? 

પપ્પુ : પણ ટીચર, મારી પાસે ઓલરેડી એક ગલુડિયું છે જ. એનું નામ છે ટોમી. તમે મને બીજાં છ ગલુડિયાં આપો એટલે મારી પાસે ટોમી સહિત કુલ સાત ગલુડિયાં જ થાયને!


Google NewsGoogle News