Get The App

ફનટાઈમ .

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


પપ્પુ: ટેલર અંકલ, પેન્ટની સિલાઈના કેટલા રૂપિયા?

ટેલર: ત્રણસો રૂપિયા.

પપ્પુ: અને ચડ્ડીના? 

ટેલર: દોઢસો રૂપિયા. 

પપ્પુ: તો એક કામ કરો. આ કપડામાંથી મને ચડ્ડી બનાવી આપો, પણ હા, એની લંબાઈ આખો પગ ઢંકાઈ જાય એટલી રાખજો. 

ટીચર: પપ્પુ, ચાર દિવસથી સ્કૂલે કેમ નહોતો આવ્યો?

પપ્પુ: ટીચર, મને બર્ડ ફ્લુ થઈ ગયો હતો. 

ટીચર: જૂઠ્ઠું બોલે છે? બર્ડ ફ્લુ પક્ષીઓને થાય, માણસોને નહીં. 

પપ્પુ: તમે રોજ મને મુરગો બનાવો છો. તમે મને માણસ ક્યાં રહેવા જ દીધો છે?

પપ્પા: પેપર કેવું ગયું? 

પપ્પુ: પહેલો સવાલ રહી ગયો, ત્રીજો આવડતો નહોતો, ચોથા પર ધ્યાન જ ન ગયું ને પાંચમો અધૂરો રહી ગયો. 

પપ્પા: ને બીજો સવાલ?

પપ્પુ: બસ, આ એકમાં જ ભૂલ રહી ગઈ!


Google NewsGoogle News