ફનટાઈમ .
પપ્પુ : મમ્મી, હું હોમવર્ક કરતાં કરતાં ટીવી જોઉં?
મમ્મી : ભલે બેટા, ટીવી જોવામાં કશો વાંધો નથી. ખાલી ટીવી ચાલુ ન કરતો!
ટીચર : ગુજરાતી આપણી માતૃભાષા છે. એને આપણે પિતૃભાષા કેમ કહેતા નથી?
રોની : કારણ કે માતાજીની હાજરીમાં પિતાજીને કશુંય બોલવાનો મોકો જ ક્યાં મળે છે?
આજકાલ છોકરાવ કરતાં મચ્છર વધારે ડાહ્યા છે. કમસે કમ સાંજ પડયે ઘરે તો આવી જાય છે!
ટીચર : તેં હોમવર્ક કેમ નથી કયું?
સંજુ : હું હોસ્ટેલમાં રહું છું.
ટીચર : તો?
સંજુ : હોસ્ટેલમાં હું હોમવર્ક કેવી રીતે કરું? હોસ્ટેલવર્ક આપવું જોઈએને?