ફનટાઈમ .
પપ્પા: પપ્પુ, તારી મમ્મીને જરા પૂછ કે આ મારા કપમાં ચા ઠંડી કેમ છે?
પપ્પુ: ચા ઠંડી જ હોયને, પપ્પા! આ ચા છેક આસામથી આવે છે...
નાનકડો ટિંકુ કાગળ પર પેનથી લીટા કરી રહ્યો હતો. મમ્મીએ પૂછ્યું, 'ટિંકુ, આ શું કરે છે?'
ટિંકુ કહે, 'મારા ફ્રેન્ડ પિન્ટુને લેટર લખી રહ્યો છું.'
મમ્મી કહે, 'પણ તને ક્યાં લખતા આવડે છે?'
ટિંકુ કહે, 'તો પિન્ટુનેય ક્યાં વાંચતા આવડે છે?'
મમ્મી: બેટા, રોમી! તું એક્ઝામમાં ફેઇલ થયો એમાં આટલું બધું દુખી થવાની જરૂર નથી. કદાચ તારા નસીબમાં પાસ થવાનું નહીં લખાયું હોય. બહુ ટેન્શન નહીં લેવાનું.
રોમી: હાશ... સારું થયુંને મમ્મી! મેં જો દિવસ-રાત મહેનત કરી હોત તો એ નકામી ગઈ હોતને!