Get The App

ફનટાઈમ .

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


ટીચર : પપ્પુ, બોલ તો, મંકીને ગુજરાતીમાં શું કહેવાય? 

પપ્પુ : વાંદરો. 

ટીચર : તું ચોપડીમાં જોઈને વાંદરો કેમ બોલ્યો? તને જવાબ આવડતો નથી? ચાલ, બેન્ચ પર ઊભો થઈ જા. 

પપ્પુ : ના ના ટીચર, હું ચોપડીમાં જોઈને નહીં, હું તો તમને જોઈને જ વાંદરો 

બોલ્યો હતો!

આજકાલનાં બાળકો ફ્રેશ થવા માટે વોટર પાર્ક જાય છે, મોટા મોટા મોલના ગેમ ઝોનમાં જવાની જીદ કરે છે. એક જમાનો હતો, જ્યારે બાળકો મમ્મી-પપ્પાના હાથનો એક લાફો ખાઈને ફ્રેશ થઈ જતાં હતાં!

ખુશ કેમ રહેવાય એ તો કોઈ પ્રેશર કૂકર પાસેથી શીખે. જુઓને, નીચે આગ સળગતી હોવા છતાં ઉપરથી કેવું ટેસથી સિસોટી વગાડયા કરે છે!

પહેલાંના જમાનામાં કોઈ એકલો એકલો હસતો હોય તો લોકો કહેતા કે આને ભૂત-પ્રેત વળગ્યું લાગે છે. આજે કોઈ એકલો એકલો હસતો હોય તો એને કહેવામાં આવે છે: એ, મને ફોરવર્ડ કરને!


Google NewsGoogle News