Get The App

ફન ટાઈમ .

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
ફન ટાઈમ                                                 . 1 - image


મમ્મી: (ચીસ પાડીને) આ શું? તું કપાળ પર મરચાંનો લેપ કેમ કરી રહ્યો છે? 

પપ્પુ: હું શાકની જેમ મારું મગજ તેજ કરવા માગું છું, એટલે!

ટીચર: રોમી, લેંઘો એટલે શું તે તને ખબર છે? 

રોમી: યેસ મેડમ. મારા દાદાજી ઘરમાં લેંઘો જ પહેરે છે. 

ટીચર: વેરી ગુડ. તો હવે બોલ કે લેંઘો એકવચન છે કે બહુવચન?

રોમી: મેમ, લેંઘો ઉપરથી એકવચન છે, નીચેથી બહુવચન!

સર: રોહન, તને કૂતરા પર નિંબધ લખી આવવાનું કહ્યું હતું તે લખી આવ્યો? 

રોહન: કેવી રીતે લખું, સર? હજુ તો કૂતરાની પીઠ પર નોટબુક મૂકી ને ત્યાં તો એ ભાગી ગયો


Google NewsGoogle News