Get The App

ફનટાઈમ .

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


કુરિયરવાળા ભાઈએ હાંફતા હાંફતા કહ્યું, 'પપ્પુ, એડ્રેસ સાચું આપતો હો તો! આ તારું પાર્સલ લઈને હું એક કલાકથી આમથી તેમ ભટક્યા કરતો હતો.'

પપ્પુ: 'અંકલ, ભટકવાની શું જરુર હતી? પાર્સલ કુરિયર કરી દેવું હતુંને!'

રોમીના ઘરમાં ચોર ઘૂસ્યો. એ છટકે તે પહેલાં રોમીની નજર એના પર પડી ગઈ. એ 'ચોર... ચોર...' કરતો એની પાછળ દોડયો. ચોરે દોટ લગાવી. રોમીએ એના કરતાંય વધારે ઝડપથી દોટ મૂકી. થોડી વારમાં બન્ને લગોલગ થઈ ગયા ને પછી રોમી ચોર કરતાંય આગળ થઈ ગયો.

દોડતો દોડતો એ કહે, 'એક તો મારા ઘરમાં ચોરી કરવી છે ને રેસમાં પણ મને હરાવી દેવો છે, એમ?'

બંટી: મમ્મી, થોડી વારમાં મારા ફ્રેન્ડ્ઝ ઘરે આવશે. પ્લીઝ, મારાં બધાં રમકડાં સંતાડી દે.

મમ્મી: કેમ? તારા ફ્રન્ડ્ઝમાંથી કોઈને ચોરી કરવાની કુટેવ છે? 

બંટી: કોઈને નહીં, મમ્મી, મને! આ મારા અડધોઅડધ રમકડાં હું ફ્રેન્ડ્ઝની ઘરેથી જ તો ઉપાડી આવ્યો છું!


Google NewsGoogle News