ફનટાઈમ .
ટીચર: પપ્પુ, ચાલ બોલ, ચાલીસમાં ચાર માઇનસ કર તો કેટલા વધે?
પપ્પુ: ટીચર, ઝીરો.
ટીચર: અલ્યા, ઝીરો કેવી રીતે વધે?
પપ્પુ: કેમ, ૪૦માંથી ૪ કાઢી નાખો તો પાછળ ૦ જ વધેને!
પર્યાવરણનો પિરીયડ હતો. સરે રોમુને ઊભો કર્યો. પૂછ્યું, 'એવી બે વસ્તુઓનાં નામ બોલ જેમાં દૂધ વધારે હોય અને ત્રણ એવી વસ્તુનાં નામ બોલ જેમાં દૂધ ઓછું હોય.'
રોમુ ઊભો થઈને બિન્દાસપણે બોલ્યો, 'ગાય અને ભેંસ એવી વસ્તુ છે જેમાં દૂધ વધુ હોય અને આઇસક્રીમ, માખણ અને બકરી એવી વસ્તુ છે જેમાં દૂધ ઓછું હોય!
મમ્મી: ગુડ્ડી, થોડી વાર બહાર રમવા જા.
ગુડ્ડી: પણ મમ્મી,
મેં હમણાં જ આઇસક્રીમ ખાધો છે.
હું બહાર તડકામાં જઈશ તો આઇસક્રીમ પીગળી નહીં જાય?