Get The App

ફનટાઈમ .

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


પપ્પુ: મમ્મી, માણસનાં બાળકો અને પ્રાણીઓનાં બાળકોમાં શું ફરક છે?

મમ્મી: ગધેડાનું બાળક ગધેડો જ બને છે અને ઘુવડનું બાળક ઘુવડ જ બને છે, પણ માણસનું બાળક મોટું થઈને ગધેડો પણ બની શકે છે અને ઘુવડ પણ!

ટીચર: રોમી, ચાલ, ન્યૂટનનો નિયમ બોલ.

રોમી: ટીચર, મને આખી લાઈન યાદ નથી, છેલ્લી એક જ લાઈન યાદ છે.

ટીચર: જેટલું આવડે એટલું બોલ, ચાલ.

રોમી: ...અને આને કહેવાય ન્યુટનનો નિયમ.

સર: ટોમી, બોલ તો, બસના ડ્રાઈવર અને કંડક્ટર વચ્ચે શું તફાવત હોય છે?

ટોમી: સર, કંડક્ટર સૂઈ જાય તો ટિકિટ નહીં કપાય અને જો ડ્રાઈવર સૂઈ જાય તો બધાની ટિકિટ કપાઈ જાય!


Google NewsGoogle News