ફન ટાઈમ .
શિક્ષકઃ રોહન, જો તું મહાન કામ કરીશ તો તારું નામ અમર થઈ જશે?
રોહનઃ તો તો હું મહાન કામ ક્યારેય નહીં કરું?
શિક્ષકઃ કેમ આવું કહે છે?
રોહનઃ કેમ કે સર, મને આ 'અમર' નામ જરાય ગમતું નથી. 'રોહન' નામ જ મસ્ત છે!
કનુઃ અલ્યા મનુ, તું સાઇકલ હાથમાં પકડીને દોડતો દોડતો કેમ જાય છે?
મનુઃ (હાંફતા હાંફતા) સ્કૂલે જવાનું મોડું થઈ રહ્યું છે. સાઇકલ પર બેસવાનો પણ ટાઇમ નથી!
પપ્પાઃ બોબી, જો દુનિયામાં ઘોડો ન હોત તો?
બોબીઃ તો વિજળીની શોધ ન થઈ હોત.
પપ્પાઃ કઈ રીતે?
બોબીઃ કારણ કે વિજળીમાં હોર્સ પાવર હોય છેને!