ફન ટાઈમ .
મહેમાનઃ પપ્પુ, આગળ શું કરવાનો પ્લાન છે?
પપ્પુઃ બસ, તમે હમણાં જશો એટલે આ જે સમોસા અને ચેવડો તમે ખાધા નથી તને ઝાપટવાનો પ્લાન છે! તમે બધી મીઠાઈ ખાઈ ગયા નહીંતર એ પણ ઝાપટવાનો પ્લાન હતો...
પરીઃ જો બધી શાકભાજીએ ફેસબુક પર એકાઉન્ટ ખોલાવ્યું હોત તો?
રિંકીઃ તો બટેટું સૌનું મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હોત!
રોહન રોજ સ્કૂલે પહોંચવામાં લેટ થઈ જતો હતો. એક દિવસ ક્લાસ ટીચરે ગુસ્સે થઈને કહ્યું, 'રોહન, તું બીજાઓની સાથે સ્કૂલે કેમ આવી નથી જતો?'
રોહને રોફથી જવાબ આપ્યો, 'મેડમ, ટોળામાં તો ઘેટા-બકરા આવે. સિંહ તો એકલો જ આવેને!'