Get The App

ફનટાઈમ .

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


પપ્પુને ટેસ્ટમાં ઝીરો માર્ક આવ્યા. મમ્મી ગુસ્સાથી રાતીપીળી થઈ ગઈ. પપ્પુ રડતા રડતા કહે, 'પણ મેં તો બધા જવાબ લખ્યા હતા...' બીજા દિવસે મમ્મી સ્કૂલે ગઈ ટીચરને પૂછ્યું: 'મારા દીકરાને મીડંુ કેમ આપ્યું? એણે તો આખું પેપર લખ્યું હતું.' ટીચર કહે: 'પણ પેપરમાં શું લખ્યું હતું એ તો જુઓ!' ટીચરે પપ્પુનું આન્સર પેપર મમ્મીને જોવા આપ્યું. સવાલ-જવાબ કંઈક આવા હતા: 

સવાલ: ટીપુ સુલતાન કયા યુદ્ધમાં માર્યો ગયો? 

જવાબ: એના છેલ્લા યુદ્ધમાં. 

સવાલ: સ્વતંત્રતાના ઘોષણાપત્ર પર ક્યાં કરવામાં આવ્યો હતા? 

જવાબ: પાનામાં એકદમ નીચે. 

સવાલ: મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? 

જવાબ: એમના બર્થડે પર. 

સવાલ: છ માણસો વચ્ચે આઠ કેરી કેવી રીતે વહેંચશો? 

જવાબ: મેન્ગો શેક બનાવીને.

સવાલ: ભારતમાં સૌથી વધારે બરફ ક્યાં જોવા મળે છે? 

જવાબ: દારૂના ગ્લાસમાં. 

...ને પછી મમ્મીએ પપ્પુને જે ધીબેડયો છે! 


Google NewsGoogle News