Get The App

ફનટાઈમ .

Updated: Aug 11th, 2023


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


એક નાના છોકરો ખોવાઈ ગયો. એના પપ્પાએ પંદર-વીસ વોટ્સએપ ગુ્રપમાં એનો ફોટોગ્રાફ અને સરનામું શેર કરીને લખ્યું કે પ્લીઝ, તમને આ છોકરો ક્યાંય પણ દેખાય તો આ સરનામે પહોંચાડી દેજો. બીજા જ દિવસે છોકરાનો પત્તો લાગી ગયો ને કોઈ એને ઘરે મૂકી ગયું. આ વાતને એક વર્ષ વીતી ગયું છે. પેલો વોટ્સએપ આજે પણ ફોરવર્ડ થયા જ કરે છે અને છોકરો જ્યાં પણ દેખાય, લોકો એને પકડીને ઘરે મૂકી આવે છે!

ટીચર : પપ્પુ, મેં કાલે કહ્યું હતું કે કૂતરા પર નિબંધ લખી આવો. તેં કેમ નિબંધ લખ્યો નથી? 

પપ્પુઃ શું કરું, ટીચર? હું જેવો કૂતરાની પીઠ પર પેનથી લખવાનું શરુ કરું છું કે એ તરત ભાગી જાય છે. ઊભો જ નથી રહેતો!

દુકાનદાર (નાનકડી બેબલીને): બેબી, દુકાનમાં જેટલાં ચપ્પલ અને સેન્ડલ છે એ બધાં તને બતાવી દીધાં. 

તને કશું ગમતું જ નથી. 

બેબી : પેલા ડબ્બામાં 

શું પડયું છે?

દુકાનદાર : બેબી, દયા કર... એ મારું ટિફિન છે!


Google NewsGoogle News