Get The App

ફનટાઈમ .

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


ટીચર: પપ્પુ, તું બહુ જ ગંદો રહે છે. ગંદકી માણસનો સૌથી મોટો દુશ્મન છે, સમજ્યો? 

પપ્પુ: હા, સર, સમજી ગયો... પણ સર, તમે જ રોજ કહો છો કે દુશ્મનને પણ પ્રેમ કરવો જોઈએ... 

રોમી: મમ્મી, આ ચશ્માં પહેરવાથી તમને નાની વસ્તુ મોટી દેખાય છે?

મમ્મી: હા, ચશ્માં લગાડવાનો અર્થ  છે કે દરેક નાની વસ્તુ મોટી દેખાય. 

રોમી: તો પછી છેને, તું મને કેકનો ટુકડો આપને, ત્યારે ચશ્માં પહેર્યાં વગર આપજે.

અંકલ: અરે ગુડ્ડી, મેં તને ફક્ત બે ફૂલ લાવવાનું કહ્યું હતું. તું આખો છોડ કેમ તોડી લાવી?

ગુડ્ડી: એટલા માટે કે ત્યાં એક બોર્ડ મૂક્યું હતું, જેના પર લખ્યું છે કે ફૂલો તોડવાની મનાઈ છે.


Google NewsGoogle News