Get The App

ફનટાઈમ .

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


પપ્પુ : હેં મમ્મી, શું મારું મોઢું ભગવાન જેવું છે? 

મમ્મી : કેમ આવું પૂછે છે, પપ્પુ? 

પપ્પુ : એટલા માટે કે જ્યાં પણ જાઉં છું ત્યાં બધા એમ જ બોલે છે કે 

હે ભગવાન... પાછો આવી ગયો!

ચકો : એક તરફ પૈસા છે અને બીજી બાજુ બુદ્ધિ છે. તો કોને પસંદ કરાય?

મકો : પૈસાને. 

ચકો : ખોટ્ટું. હું તો બુદ્ધિને પસંદ કરું. 

મકો : એ તો જેની પાસે જે ન હોય એને જ

પસંદ કરેને!

ટોમી : તારું નિકનેમ શું છે? 

રોમી : નિકનેમ એટલે? 

ટોમી : ઘરમાં તને બધા શું કહીને બોલાવે છે? 

રોમી : કામચોર!


Google NewsGoogle News