ફન ટાઈમ .
પપ્પુઃ મને સમજાતું નથી કે આપણે વધારે ઢોંગી છીએ કે વધારે ખાધોકડા છીએ?
પિન્ટુઃ લે, કેમ?
પપ્પુઃ જોને, બધા ફેસબુક પર અને વોટ્સએપ પર લખ્યા કરે છે કે 'ચાઇનીઝ વસ્તુઓ ન ખરીદો', પણ કોઈ એમ નથી લખતું કે 'ચાઇનીઝ આઇટમો
ન ખાઓ'!
સાન્તા એક વાર પોતાની નેનો કારને પાણીથી સાફ કરી રહ્યા હતો. ત્યાં બન્તા આવ્યો.
બન્તાઃ કાં? કાર ધુએ છે?
સાન્તાઃ ના ના, કારને પાણી પાઉં છું. કોને ખબર, મારી નેનો મોટી થઈને એસયુવી બની જાય!
અગાઉ મમ્મીઓ કહેતીઃ સૂઈ જા, રાત પડી ગઈ.
આજકાલ મમ્મીઓ કહે છેઃ સૂઈ જા, હમણાં સવાર પડશે.
મમ્મી વહી, સોચ નઈ!