ફનટાઈમ .
પપ્પા: રોહન, તું ક્યારનો માટીમાંથી શું શોધી રહ્યો છો?
રોહન: પપ્પા, તમે જ કહ્યું હતું કે તેં મારું નામ માટીમાં મેળવી દીધું છે, એટલે શોધી રહ્યો છું.
પપ્પા: આજે શાકનો સ્વાદ કંઈ વિચિત્ર નથી લાગતો?
મમ્મી: કેમ એમ કહો છો?
પપ્પા: તું ચાખી જોને! આમ તો તું ભીંડાનું શાક કેટલું સ્વાદિષ્ટ બનાવતી હોય છે, પણ આજે...
ગોલુ: પપ્પા, મમ્મીએ આજે પણ દર વખત જેવંુ જ શાક બનાવ્યું છે, પણ આ તો શું કે મમ્મી એવું બોલી હતી કે શાક થોડુંક દાઝી ગયું છે. એટલે મેં એમાં થોડો બરનોલનો મલમ નાખ્યો છે!
પપ્પુના દાદાની તબિયત સારી નહોતી એટલે ગોલુ એની ખબર કાઢવા એના ઘરે ગયો હતો.
ગોલુએ જોયું કે પપ્પુના દાદાજી પથારીમાં સૂતા સૂતા ચા પીતા હતા.
ગોલુએ પૂછ્યું, 'પપ્પુ, તારા દાદાજી કેમ સૂતાં સૂતાં ચા પીએ છે?'
પપ્પુ કહે,'કારણ કે ડોક્ટરે દાદાજીને સવારે ઉઠીને ચા પીવાની ના પાડી છે.'