ફનટાઈમ .
ચિન્ટુ : મમ્મી, મારી જીવનમાં બહુ આગળ વધવું છે. શું કરું?
મમ્મી : એક જ વસ્તુ કર. મોટો પથ્થર લે અને પછી એનાથી તારો મોબાઈલ ફોન તોડી નાખ!
મિન્કી કુરતી સિવડાવવા માટે દરજી પાસે ગઈ.
મિન્કી : અંકલ, મારી કુરતીમાં છેને બાંયમાં નેટ લગાડજો.
દરજી : ટુજી કે થ્રીજી?
પપ્પુ : મમ્મી, હું એક દિવસ બહુ મોટો માણસ બનીશ અને તને નવલખો હાર ભેટમાં આપીશ.
મમ્મી : પહેલાં આ ખાલી બોટલમાં પાણી ભરી ફ્રિજમાં મૂક, નાલાયક.