Get The App

ફનટાઈમ .

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


ચિંટુ : આમ તો મારું દિમાગ ચોવીસે કલાક કામ કરતું હોય છે, પણ ફક્ત બે જ વખત મગજ બંધ પડી જાય છે. 

પિંટુ : એમ? ક્યારે? 

ચિંટુ : ક્લાસમાં ટીચરો ભણાવતા હોય ત્યારે અને પરીક્ષા આપતો હોઉં ત્યારે!

અંકલ : પપ્પુ, કેવું ચાલે છે ભણવાનું, બેટા? 

પપ્પુ : અંકલ ભણવામાં તો એવું છે કે સમુદ્ર જેવડો સેલેબસ છે, એમાંથી નદી જેટલું ક્લાસમાં ભણાવે છે, એમાંથી બાલદી જેટલું યાદ રહે છે, એમાંથી ગ્લાસ જેટલું પરીક્ષામાં લખી શકાય છે, માંડ ઢાંકણી ભરાય એટલા માર્ક્સ આવે છે અને પછી આ ઢાંકણીમાં ડૂબી જવાનું મન થાય છે!

ચંગુ : કાલે મને આખી રાત ઊંઘ જ ન આવી, બોલ. 

મંગુ : કેમ? 

ચંગુ : આખી રાત મને એવું જ સપનું આવતું રહ્યું કે હું જાગું છું!


Google NewsGoogle News