Get The App

ફનટાઈમ .

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


એક વાર ચંગુ અને મંગુ પોતપોતાની સાઇકલ પર જઈ રહ્યા હતા. અચાનક ચંગુની સાઇકલમાં ખીલી ઘુસી ગઈ. 

મંગુ કહે: લાવ, ટાયરમાંથી ખીલી કાઢી દઉં. 

ચંગુ કહે: તું ગાંડો થઈ ગયો છે? ખીલી કાઢી નાખીશ તો જે કાણું પડયું છે તેમાંથી હવા નીકળી નહીં જાય? 

મમ્મી: રોમી, આ શું કરે છે? તારી સામે જમીન પર નીચે ચોપડી ખુલ્લી પડી છે ને તું ઉઠક-બેઠક કરે છે? 

રોમી: મમ્મી, હું એક્ઝામની તૈયારી 

કરી રહ્યો છું. 

મમ્મી: આવી રીતે? 

રોમી: અમારા સરે કહ્યું છે કે એક્ઝામની તૈયારી કરતી વખતે સખત મહેનત કરવી જોઈએ. 

ટીચર: પપ્પુ, કહે જોઉં, ઊન કોને કહેવાય?

પપ્પુ: મને નથી ખબર. 

ટીચર: કશો વાંધો નહીં. ચાલ એ કહે કે તારૂં સ્વેટર શામાંથી બન્યું છે? 

પપ્પુ: મારા પપ્પાના જૂના સ્વેટરમાંથી!


Google NewsGoogle News