ફનટાઈમ .
શિક્ષક : યમુના નદી ક્યાં
વહે છે?
વિદ્યાર્થી : જમીન પર.
શિક્ષક : નક્શામાં બતાવ.
વિદ્યાર્થી : નક્શામાં કેવી રીતે બતાવું? નક્શો પલળી નહીં જાય?
ચમનભાઈ : બહાર જોતો, સૂરજ નીકળ્યો કે નહીં?
નોકર : બહાર તો અંધારું છે.
ચમનભાઈ : તો ટોર્ચ લઈને
જો, કામચોર!
શિક્ષક : કોઈ સ્કૂલ સામે બોમ્બ રાખીને જતું રહે તો તમે
શું કરશો?
વિદ્યાર્થી : થોડી વાર રાહ જોઈએ. પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફ રૂમમાં મૂકી દઈએ.