ફનટાઈમ .
ચંગુ: યાર, હું રોજ સવારે ઉઠું પછી અડધો કલાક સુધી ચક્કર જ આવ્યા કરે છે. શું કરૃં?
મંગુ: સાવ સિમ્પલ છે. તું રોજ અડધી કલાક મોડું ઉઠવાનું રાખ!
ટીચર: પપ્પુ, બોલ તો, જો દુનિયામાં પાણી ન હોત તો શું થાત?
પપ્પુ: તો સર, આપણે તરવાનું શીખ્યા જ ન હોત.. અને તરતાં આવડતું ન હોવાથી સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયા હોત!
શિક્ષક: રોમી, બોલ, સમ્રાટ અશોક વિશે તું શું અને કેટલું જાણે છે?
રોમી: મેડમ, સમ્રાટ અશોક તો હું જન્મું એ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા, તો એમના વિશે હું કેવી રીતે કશુંય જાણી શકું?