Get The App

ફનટાઈમ .

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


સરઃ મોન્ટુ, ચલ ઊભો થા. કાલે તને જે અંગ્રેજીમાં શીખવ્યું હતું તો બોલી બતાવ, જોઉં. 

મોન્ટુઃ મને નથી આવડતું, સર. 

સરઃ વાંધો નહીં. તને જે આવડતું હોય

તે બોલ. 

મોન્ટુ ગાવા લાગ્યો. 

મોન્ટુઃ જાને મેરી જાનેમન... બચપન કા પ્યાર ભૂલ નહીં જાના રે... 

ટીચરઃ કહો જોઉં, સ્વર અને વ્યંજનમાં શો ફર્ક છે? 

પપ્પુઃ ટીચર, સ્વર મોંમાંથી બહાર નીકળે છે, જ્યારે વ્યંજન (એટલે કે ખાવાની વાનગી) મોંની અંદર જાય છે.

એક વાર ટીચરે પિન્ટુની ડાયરીમાં લખ્યુંઃ મહેરબાની કરીને તમારા દીકરાને નવડાવીને સ્કૂલે મોકલો.

પછી પિન્ટુને કહ્યુંઃ આ નોટ તારી મમ્મીને વંચાવજે.

બીજા દિવસે ક્લાસમાં ટીચરે પિન્ટુની ડાયરી માગી. એમણે ગઈ કાલે લખેલી નોટની નીચે મમ્મીએ લખ્યું હતુંઃ મહેરબાની કરીને તમે મારા દીકરાનો ભણાવો, એને સૂંઘો નહીં.


Google NewsGoogle News