Get The App

કમર કસા .

Updated: Jul 28th, 2023


Google NewsGoogle News
કમર કસા                                                               . 1 - image


છો કરો મેટ્રિકમાં પાસ થયો, પણ તેના પિતાનું અવસાન થયું. ઘરનો બધો જ ભાર તેને માથે પડયો. સાથોસાથ કમાવા જવાની ફરજ પણ પડી.

તેની તબિયત માયકાંગલી હતી. લોકોએ કહ્યું : 'જરા તબિયત બનાવ તો જ પરિશ્રમ કરી શકશે, નહિ તો આટલી બધી જવાબદારીને તું પહોંચી કેવી રીતે વળશે?'

બસ શરૂ થઈ ગયો તબિયત બનાવવાનો કાર્યક્રમ. રોજની દોડ શરૂ થઈ અને શરૂ થઈ ગયો દંડ-બેઠકનો વ્યાયામ. અને કામ હાથમાં લીધું પછી તો મૂકવાનું જ નહીં. સતત બે વર્ષ સુધી વ્યાયામ કરીને તે દંડ બેઠકની સંખ્યા આઠસો સુધી લઈ ગયો. તરવાની બાબતમાંય તે બે-બે કલાક સુધી પાછો પડતો નહીં અને દોડવામાં તો જેને આવવું હોય તે જાય! 

આવો દ્રઢ નિશ્ચયી બાળક આગળ ઉપર બાળ ગંગાધર બની રહ્યો. લોકોએ તેને 'લોકમાન્ય' જેવા હુલામણા નામથી નવાજ્યા.

તેણે વ્યાયામ કરીને તબિયત તો એવી બનાવી કે જ્યારે 'આઝાદી અમારો જન્મ સિદ્ધ અધિકાર છે.' જેવો નારો લગાવ્યો ત્યારે ગોરી સરકાર ડરી ગઈ અને સારું ય ભારત જાગી ઉઠયું.

દ્રઢ મનોબળવાળા લોકમાન્યે 'ગીતા રહસ્ય' તથા 'આરાયન' જેવા સુંદર ગ્રંથો પણ લખ્યા છે.

ગઈ ૨૩મીએ એમની જન્મજયંતિ હતી (જન્મ: ૨૩ જુલાઈ ૧૮૫૬) અને ત્રણ દિવસ પછી, મંગળવારે એમની મૃત્યુતિથિ આવશે (મૃત્યુ: ૧ ઓગસ્ટ ૧૯૨૦).             


Google NewsGoogle News