Get The App

અમે જાનીવાલીપીનારા .

Updated: Sep 24th, 2022


Google NewsGoogle News
અમે જાનીવાલીપીનારા                                   . 1 - image


- અમે નવ-નવના જૂથમાં ઝઝૂમનારા...

- નવરાત્રિ વિશેષ

નિ શા ટીચરની શાન જ નિરાળી. ભણવાનું હોય, રમતગમત હોય, કળા કારીગીરી હોય કે ગીત સંગીત હોય. તેમાંય ગરબી ગરબામાં તો તેમનો જવાબ જ નહીં.

નવરાત્રિના તો સાક્ષાત ગરબા-માતા તેઓ જ. તેમના વગર નવરાત્રિ ઉજવાય જ નહીં. નવરાત્રિ એટલે જ નિશા રાત્રી.

નવરાત્રિમાં કદી તેઓ મોડા પડે જ નહીં. પણ સમય થઈ ગયો. આજે નિશા ટીચર નહીં 

આવે કે શું?

નવરાત્રિનું પહેલું નોરતું. અને તેઓ ન આવે તેવું બને જ નહીં. કેટલાય નવા ગરબા તેમણે રચી રાખ્યા હશે. રાગ-તાલમાં બેસાડયા હશે. પ્રેકટિસેય કરી જ હશે!

સમાચાર આવ્યા કે પર્યાવરણ પ્રિય નિશા ટીચર હોસ્પિટલ ગયા છે. તેમની ગૌરી ગાયને લીમ્પીની અસર થઇ લાગે છે. નિશા ટીચરને જેટલી નવરાત્રિ પ્રિય તેટલી જ તેમની ગાય પ્રિય!

નવરાત્રિની શરૂઆત નહીં જ થાય કે શું?

... હા ત્યાં જ સૂર આવ્યા :

અમે જાનીવાલીપીનારા

અમે નવરંગી ગરબી ગાનારા

અમે બોલ્યું વચન પાળનારા

અમે ભાવિ ઉજળું ભાળનારા...

એક નિશા નહીં, નવ-નવ નાનકડી નિશાઓ નવરંગની સજાવટમાં નવરંગ સુકન્યા શાળાની નવ-નવ બાલિકાઓ સાક્ષાત ગરબીના રૂપરંગમાં ઊતરી આવી હતી.

એકદમ જ નવરાત્રિ શરૂ થઈ ગઈ હતી. એકદમ શૂરીલી રીતે, સૂરતાલ અને તાળીની રિધમમાં.

અકસ્માત કહો કે ચમત્કાર! જો કે નવરંગી શાળા માટે આ નવીનતા ન હતી. નિશા ટીચરે વિદ્યાર્થિનીઓને શીખવી જ રાખ્યું હતું, કે પર્વ એટલે પર્વ, તહેવાર એટલે તહેવાર, ટાણું કદી ચૂકવું નહીં. ચૂકાય જ નહીં.

નિશા ટીચર નવરંગી, નવ ગરબી કન્યાઓ એકદમ અનોખા રૂપરંગમાં ગરબીએ ઊતરી આવી. અકસ્માતને ઉત્સવમાં શીખવતા નિશા ટીચરે તેમને શીખવી દીધું હતું.

જાગૃતિ જામલી રંગના વાઘા સજ્યા હતા.

નીતિએ નીલા રંગની વરણાગી વળગાડી હતી.

વાસંતી તો સાક્ષાત વાદળી જ બની હતી.

લીલીને તો એકદમ લીલીછમ જોઈ જ રહો.

પીતાંબરી એકદમ પહેલી તડકી-પીળી બની હતી.

નારાયણીને જુઓ તો નાગપુરની નારંગી જ લાગે.

રાજવીને રાતી ઘૂમ્મ રાજકુમારી જ કહેવી પડે.

અમે જાનીવાલીપીનારા

અમે ગબ્બર ઘૂમ્મ ઘૂમનારા

અમે ગગનગોખ ગજવનારા

અમે નવી તાન ચીંધનારા...

એમ સમજો કે આ તો પહેલી જ નવરંગી ટુકડી હતી. તરત જ બીજા ખેપમાં બીજી 'વિબગ્યોર' વાટિકા આવી. (ફૈંર્મ્ય્રૂંઇ એટલે વાયોલેટ-ઇન્ડિગો-બ્લુ-ગ્રીન-યલો-ઓરેન્જ-રેડ આ મેઘધનુષી રંગોનું શોર્ટ ફૉર્મ.) થોડીજ વારમાં ત્રીજી સતરંગી નહીં, નવરંગી મેઘધનુષી મંડળી આવી. બાળિકા વિદ્યાર્થિની વિનોદિનીના વૈવિધ્યે આજની નવરાત્રિ એવી તો ચગી કે બધા ગરબી-ગરબા જૂથો અહીં જ આવી ગયાં. અને લો, બાકી હતા તે ખુદ નિશા ટીચર પણ આવી જ ગયાં. તેમની ગાય અને વાછરડીને લીમ્પી-લમ્પી ઇંજેકશન પણ અપાઇ ગયું હતું. અને ગરબી સમ્રાટ નિશા ટીચર પ્રત્યક્ષે ગરબા-માતા બને પછી પૂછવાનું જ શું?

નવરંગી બાળાઓ, તમેય જોડો નવી નવી ટુંક :

અમે જાનીવાલી પીનારા

અમે રાનાપીલી વાનીજા 

- હરીશ નાયક


Google NewsGoogle News